સ્ટીવ સ્મિથ માટે રહાણે ઘ્વારા આપવામાં આવ્યું મોટું નિવેદન

Posted By:
Subscribe to Oneindia News

સ્ટીવ સ્મિથ ની જગ્યા એ અજિંક્ય રહાણે હવે રાજસ્થાન રોયલ્સ કેપ્ટન બની ચુક્યા છે. અજિંક્ય રહાણે ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિશ્વ સ્તરે બેટ્સમેન તરીકે તેઓ કેપ્ટન સ્ટીવ સ્મિથ નું સમ્માન કરે છે. આપણે જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ હાલમાં બોલ ટેમ્પરિંગ કેસમાં ફસાયા પછી તેમના પર 1 વર્ષનો પ્રતિબંધ લાગી ચુક્યો છે. તેની સાથે સ્મિથ આઇપીએલ માટે પણ બેન થઇ ચુક્યા છે. આપણે જણાવી દઈએ કે બે વર્ષ પછી આઇપીએલ માં ફરી આવેલી ટીમ રાજસ્થાન રોયલ્સ ટીમની કપ્તાની સ્ટીવ સ્મિથ કરી રહ્યા હતા. પરંતુ હવે અજિંક્ય રહાણે ટીમના કેપ્ટન છે.

steve smith

અજિંક્ય રહાણે ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે થવા નું હતું તે થઇ ગયું ઓસ્ટ્રેલિયન ક્રિકેટ અને આઈસીસી ઘ્વારા આપવામાં આવેલી સજા પર ટિપ્પણી કરવું મારા માટે સારું નથી. પરંતુ તેમના ક્રિકેટ રેકોર્ડનું સમ્માન થવું જોઈએ. હું એક ખેલાડી અને બેટ્સમેન તરીકે તેમનું સમ્માન કરું છું. આઇપીએલ માં ટીમને સ્મિથની ખોટ ચોક્કસ લાગશે.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કેમરૂન બેન્ક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કરતા પકડાઈ ગયા હતા. ત્યારપછી સ્મિથ ઘ્વારા મીડિયા સામે આવીને સ્વીકાર કરવામાં આવ્યો કે એક રણનીતિ હેઠળ બોલ ટેમ્પરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમને બધાની માફી પણ માંગી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2018 we would miss steve smith in ipl says ajinkya rahane

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.