For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: 3 ખેલાડી જે ઓલ સ્ટાર્સ ગેમમાં સાઉથ વેસ્ટ ઈન્ડિયા XIની કેપ્ટન્સી કરી શકે છે

જોઈએ આઈપીએલની ટીમના કેપ્ટન્સ પર જે ઓલ સ્ટાર્સ ગેમ માટે સાઉથ વેસ્ટ ઈન્ડિયાની ટીમની કેપ્ટન્સી કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

આ વર્ષે આઈપીએલ 29 માર્ચે શરૂ થવાની છે અને ફાઈનલ 24 મેના રોજ વાનખેડેમાં રમાશે. જો કે આઈપીએલ શરૂ થતા પહેલા આ વખતે પહેલીવાર ઓલ સ્ટાર્સ 11ની મેચ રમાશે. આઈપીએલમાં રમતી 8 ફ્રેન્ચાઈઝીમાંથી બે ટીમ બનાવવામાં આવશે, અને આ બે ટીમ મેદાન પર ટકરાશે. મળતી માહિતી પ્રમાણે એક ટીમમાં ઉત્તર અને પૂર્વ ભાતના ખેલાડીઓ હશે એટલે કે કિંગ્સ 11 પંજાબ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટરાઈડર્સની એક ટીમ બનશે. અને બીજી તરફ દક્ષિણ અને પશ્ચિમ ભારત એટલે કે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપરકિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓની એક ટીમ બનશે. તો જોઈએ આઈપીએલની ટીમના કેપ્ટન્સ પર જે ઓલ સ્ટાર્સ ગેમ માટે સાઉથ વેસ્ટ ઈન્ડિયાની ટીમની કેપ્ટન્સી કરી શકે છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોહલીએ ટીમ ઈન્ડિયાને સતત જીત અપાવી છે. જો કે RCBની ટીમની કેપ્ટન્સી કરતા સમયે વિરાટ કોહલીના રેકોર્ડ એટલા સારા નથી. બેટિંગમાં શાનદાર બેટિંગ કરવા છતાંય તેમની ટીમ પાછળ જ રહી જાય છે. સ્ટાર ખેલાડી હોવાને કારણે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ કેપ્ટન હોવાને કારણએ કોહલી ઓલ સ્ટાર ગેમ માટે સાઉથ વેસ્ટ ઈન્ડિયાની કેપ્ટન્સી કરી શકે છે. આઈપીએલમાં ભલે કેપ્ટન તરીકે કોહલીનું પ્રદર્શન સારુ ન રહ્યુ હોય, પરંતુ કોહલીની ટેલેન્ટ પર જરાય શંકા ન કરી શકાય. એટલે જ ઓલ સ્ટાર ઈલેવનમાં કોહલીને કેપ્ટન બનાવી શકાય છે.

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની

ક્રિકેટમાં જ્યારે સૌથી સફળ કેપ્ટન્સી વાત આવશે, ત્યારે હંમેશા તેમાં આ ખેલાડીનું નામ તો હશે જ. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઘણી સફળતા મળી છે. અને આઈપીએલમાં પણ ચેન્નાઈ સુપરકિંગ્સને પણ ત્રણ વખત ચેમ્પિયન બનાવી ચૂક્યા છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ 10 વખત પ્લે ઓફમાં પોહંચી ચૂકી છે અને 8 ફાઈનલ રમી ચૂકી છે. આઈપીએલમાં કેપ્ટન તરીકે ધોની 174 મેચ રમ્યા છે અને 60.11ની જીતની એવરેજ ધરાવે છે. બેશક ધોની આઈપીએલના બેસ્ટ કેપ્ટન છે. અને લાંબા સમયથી મેદાનથી દૂર ધોનીને ફેન્સ પણ હવે કેપ્ટન તરીકે જોવા ઈચ્છે છે. ત્યારે ધોની પહેલી પસંદ હોઈ શકે છે.

રોહિત શર્મા

રોહિત શર્મા

આઈપીએલમાં સૌથી સફળ ટીમના કેપ્ટન રોહિત શર્મા છે. રોહિતની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 4 વખત આઈપીએલ જીતી ચૂકી છે. કેપ્ટન તરીકે રોહિત શર્માનો આઈપીએલ રેકોર્ડ પ્રભાવશાળી છે. તેમની કેપ્ટનસીમાં મુંબઈ ઈન્ડિયન્સ 104માંથી 60 મેચ જીતી છે અને જીતનો દર 58.65 ટકા છે. એટલે રોહિત શર્મા આઈપીએલમાં ઓલ સ્ટાર ગેમમાં કેપ્ટન્સી કરતા દેખાઈ શકે છે.

આ પણ વાંચોઃ Coronavirus: ડેલી શોપના શૂટિંગમાં નો કિસિંગ, નો ટચિંગ, કિસ સીન બાદ બિમાર પડ્યા એક્ટર્સઆ પણ વાંચોઃ Coronavirus: ડેલી શોપના શૂટિંગમાં નો કિસિંગ, નો ટચિંગ, કિસ સીન બાદ બિમાર પડ્યા એક્ટર્સ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 kholi rohit or dhoni who will be captain in all star game
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X