For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ 4 ખેલાડીઓનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે

IPL 2020: આ 4 ખેલાડીઓનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ એક એવી રમત છે, જેમાં ખેલાડીઓના પ્રદર્શનમાં સતત ઉતાર ચઢાવ આવ્યા કરે છે. કોઈ પણ ખેલાડી સતત સારુ પ્રદર્શન કરે તે લગભગ મુશ્કેલ છે. આઈપીએલમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ પોતાના આગવા પ્રદર્શનને જાળવી ન શક્યા, જેને કારણે તેમને ટીમમાંથી બહાર કરી દેવાયા. ગૌતમ ગંભીર, ક્રિસ ગેલ, વિરેન્દ્ર સેહવાગ આ દિગ્ગજ ખેલાડીઓના નામ આ લિસ્ટમાં સામેલ છે. આઈપીએલમાં કેટલાક ખેલાડીઓએ શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેમનું પર્ફોમન્સ કથળ્યુ હોવાના દાખલા છે. ચાલો જોઈએ એવા ખેલાડીઓ વિશે, જેમનું પ્રદર્શન સતત કથળ્યુ છે.

રોબિન ઉથપ્પા

રોબિન ઉથપ્પા

ઉથપ્પા છેલ્લા ઘણા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યા હતા. પરંતુ તેમનું પર્ફોમન્સ કથળવાને કારણે આઈપીએલ 2020માં કોલકાતાએ પડતા મૂક્યા છે. 2014માં કોલકાતાને ચેમ્પિયન બનાવવામાં ઉથપ્પાનું મહત્વનું યોગદાન હતું.

આઈપીએલ 2014માં ઉથપ્પાએ ઓરેન્જ કેપ જીતી હતી. ગત કેટલાક વર્ષમાં રોબિન ઉથપ્પાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેમણે 2018માં 21.9ની સરેરાશથી રન બનાવ્યા હતા. આ ઉપરાંત 2019માં પણ તેમનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું.

ભૂવનેશ્વર કુમાર

ભૂવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર ગત કેટલીક સિઝનમાં હૈદરાબાદનો મહત્વનો ભાગ રહ્યા છે. તેમણે આઈપીએલ 2015 અને 2017માં સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. ભુવનેશ્વરનું પ્રદર્શન પણ છેલ્લી બે સિઝનમાં સારુ નથી રહ્યું.

તે જૂના અને નવા બોલથી વિકેટ ઝડપવામાં નિ,ફળ રહ્યા છે. છેલ્લા બે સત્રમાં 27 આઈપીએલ મેચમાં માત્ર 23 વિકેટ લઈ શક્યા છે. આશા છે કે 2020માં તે પોતાનો જાદુ ફરી બતાવશે.

ડ્વેન બ્રાવો

ડ્વેન બ્રાવો

બ્રાવો આઈપીએલ ઈતિહાસમાં સૌથી સારા બોલર રહ્યા છે. બ્રાવો લાંબા સમયથી ચેન્નાઈનો ભાગ રહ્યા છે. આઈપીએલ 2013 અને 2015માં તેમણે સૌથી વધુ વિકેટ પણ લીધી હતી.

જો કે 36 વર્ષના આ બોલર છેલ્લી બે સિઝનથી આઉટ ઓફ ફોર્મ છે. બ્રાવોએ ગત સિઝનમાં 28 મેચમાં 25 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેમની ઈકોનોમી 9.9ની રહી હતી. તેમનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે અને તે પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન નથી કરી રહ્યા.

અમિત મિશ્રા

અમિત મિશ્રા

અમિત મિશ્રા આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ ભારતીય બોલર છે. તે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની યાદીમાં મલિંગા બાદ બીજા નંબરે છે.

અમિત મિશ્રાના નામે આઈપીએલમાં 3 હેટ્રિક પણ બોલે છે. જો કે 2014 બાદ તે વધુ વિકેટ નથી લઈ શક્યા. જો અમિત મિશ્રા આ સિઝનની શરૂઆતમાં સારુ પ્રદર્શન નહીં કરે, તો તે દિલ્હીની ટીમમાં સ્થાન નહીં જાળવી શકે.

IPL 2020: એક જ ટીમમાંથી રમશે, કોહલી, ધોની અને રોહિત શર્મા, BCCIનું આયોજનIPL 2020: એક જ ટીમમાંથી રમશે, કોહલી, ધોની અને રોહિત શર્મા, BCCIનું આયોજન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 amit mishra uthappa bhuvneshvar bravo s perfomance declined
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X