For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: રવિચંદ્રન અશ્વિને કહ્યું તે ફરી બેટ્સમેનોને ‘માંકડ’ કરશે

IPL 2020: રવિચંદ્રન અશ્વિને કહ્યું તે ફરી બેટ્સમેનોને ‘માંકડ’ કરશે

|
Google Oneindia Gujarati News

રવિચંદ્રન અશ્વિને આઈપીએલ 2019માં રાજસ્થાન રોયલ્સના જોસ બટલરની માંકડેડ રીતે આઉટ કર્યા હતા. અશ્વિન ત્યારે કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન હતા, અને હવે આઈપીએલ 2020માં તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા દેખાશે. પરંતુ ગત વર્ષે આકરી પ્રતિક્રિયા છતાંય અશ્વિને પોતાનું વલણ નથઈ બદલ્યું. તેમણે કહ્યું કે તેઓ 2020માં પણ બેટ્સમેનને માંકડિંગથી આઉટ કરશે. અશ્વિને હેશટેગ #akash સાથે પોતાના ફેન્સને ટ્વિટર પર સવાલોના જવાબ આપ્યા હતા.

r ashwin

આ દરમિયાન જ એક પ્રશંસકે સવાલ કર્યો કે કોઈ બેટ્સમેન એવો છે, જેને તમે માંકડિંગથી આઉટ કરશો ? તો અશ્વિને જવાબ આપ્યો, કોઈ પણ વ્યક્તિ જે ક્રીઝમાંથી બહાર નીકળતો હોય..

ગત સિઝનમાં અશ્વિને બટલરને આ રીતે આઉટ કર્યો હતો જેના પર મહાન સ્પિનર શેન વોર્ન સહિત દુનિયાભરના ક્રિકેટર્સે કમેન્ટ કરી હતી. કેટલાક ક્રિકેટર્સે અશ્વિનની આ રીતને ખોટી ગણાવી, તો કેટલાકે અનૈતિક ગણાવી. ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયાન મોર્ગને માંકડિંગને 'નાના બાળકો માટે ખોટુ ઉદાહરણ' કહ્યું હતું.

ક્રિકેટના નિયમોની માહિતી આપતી મહાન ક્લબ MCCએ શરૂઆતમાં અશ્વિનનું સમર્થન કર્યું, પરંતુ પાછળથી તેમણે નિવેદન બદલતા કહ્યું કે રમતની આત્માને નુક્સાન પહોંચાડવાથી બચવું જોઈએ.

એમસીસીએ કહ્યું હતું,'આ કાયદો જરૂરી છે, તેના વગર નોન સ્ટ્રાઈકર બેટ્સમેનને વધુ પડતી છૂટ મળે છે, અને તે બોલ નાખતા પહેલા જ ક્રિઝમાંથી ઘણા આગળ નીકળી જાય છે, એટલે આ નિયમ જરૂરી છે.' પરંતુ બાદમાં તેમણે અશ્વિનના માકડિંગને સ્પિરિટ ઓફ ધી ગેમ વિરુદ્ધનું ગણાવી દીધુ. સાથે જ એવું પણ કહ્યું કે બટલરનું ક્રીઝમાંથી બહાર નીકળવું ખોટુ હતું.

2020નું સ્પોર્ટ્સ કેલેન્ડરઃ IPL 2020, T20 WC, ટોક્યો ઓલિંપિક સહિત આ ગેમ રમાશે2020નું સ્પોર્ટ્સ કેલેન્ડરઃ IPL 2020, T20 WC, ટોક્યો ઓલિંપિક સહિત આ ગેમ રમાશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020 ashwin said he will continue mankading in new season
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X