IPL 2020: એક જ ટીમમાંથી રમશે, કોહલી, ધોની અને રોહિત શર્મા, BCCIનું આયોજન

IPL 2020: એક જ ટીમમાંથી રમશે, કોહલી, ધોની અને રોહિત શર્મા, BCCIનું આયોજન

બીસીસીઆઈ અને આઈપીએલ કમિટીએ ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને એક જ ટીમમાં રમે તેવું આયોજન કર્યું છે. આ મેચ આઈપીએલની શરૂઆત થાય તેના ત્રણ દિવસ પહેલા રમાઈ શકે છે. આઈપીએલ 2020ની પહેલી મેચ 29 માર્ચે રમાશે.

બીસીસીઆઈનું ખાસ આયોજન

બીસીસીઆઈનું ખાસ આયોજન

આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે દિલ્હીમાં સોમવારની બેઠકમાં આ અંગે ચર્ચા કરી છે. જે મુજબ 8 ટીમના ખેલાડીઓને એક જ મેચમાં સામ સામે રમાડવામાં આવશે. આઈપીએલમાં ઈતિહાસમાં પહેલીવાર ટુર્નામેન્ટના આયોજન પહેલા ચેરિટી મેચનું આયોજન થઈ શકે છે. આ ચેરિટી મેચ આઈપીએલના ઉદઘાટનના 3 દિવસ પહેલા એટલે કે 26 માર્ચે રમાઈ શકે છે.

આ છે બીસીસીઆઈનું આયોજન

આ છે બીસીસીઆઈનું આયોજન

ન્યૂઝ રિપોર્ટ્સ પ્રમાણે બીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ બે ટીમો બનાવી શકે છે. જે એક ટીમ નોર્થ અને ઈસ્ટ ભારતની હશે. બીજી ટીમ સાઉથ અને વેસ્ટ ભારતની હશે. એક ટીમમાં દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ 11 પંજાબ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટરાઈડર્સના ખેલાડીઓ હશે. બીજી ટીમમાં ચેન્નાઈ સુપરકિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને હૈદરાબાદના ખેલાડીઓ હશે.

ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ પ્રમાણે ઓલ સ્ટાર મેચનો વિચાર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો છે. દિલ્હીમાં યોજાયેલી બોર્ડ મીટિંગમાં ગાંગુલીની સાથે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બ્રજેશ પટેલ પણ હાજર હતા. જો બીસીસીઆનો આ પ્લાન અમલમાં મૂકાશે, તો મેદાન પર જોવાની મજા પડવાની છે.

ડીવિલિયર્સ, ધોની, વિરાટ, રોહિત હશે એક ટીમમાં

ડીવિલિયર્સ, ધોની, વિરાટ, રોહિત હશે એક ટીમમાં

જો સાઉથ અને વેસ્ટ ઝોનની ટીમ એક બને તો આ ઓલ સ્ટાર મેચમાં કોહલી, ધોની, રોહિત શર્મા, એબી ડીવિલિયર્સ, જસપ્રીત બુમરાહ, વોટ્સન, હરભજસિંહ, લસિથ મલિંગા જેવા ખેલાડીઓ એક ટીમમાં હશે. તો નોર્થ અને ઈસ્ટની ટીમમાં આંદ્રે રસેલ, રિષભ પંત, બેન સ્ટોક્સ, શ્રેયસ ઐય્યર, દિનેશ કાર્તિક, પેટ કમિન્સ, ઈયાન મોર્ગન, જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X