IPL 2020: આ વખતે કોણ હશે દિલ્હીનો કેપ્ટન, શ્રેયસ અય્યરે ખુલાસો કર્યો
IPL 2020: આ વખતે કોણ હશે દિલ્હીનો કેપ્ટન, શ્રેયસ અય્યરે ખુલાસો કર્યો
નવી દિલ્હીઃ આગામી વર્ષે રમાવવા જઈ રહેલ આઈપીએલ સીઝન-13ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 19મી ડિસેમ્બરથી ખેલાડીઓની હરાજી થશે, પરંતુ તે પહેલા પણ કેટલાય ખેલાડીઓની અદલા-બદલી થઈ. દિલ્હી કેપિટલ્સમાં હરાજી પહેલા 2 નવા ચેહરા સામેલ થયા છે, જે છે રવિચંદ્રન અશ્વિન અને અજિંક્ય રહાણે. અશ્વિલ પાછલી સીઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબનો કેપ્ટન હતો, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે અશ્વિનને બહાર કરી દેવામાં આવ્યો. જ્યારે રહાણે રાજસ્થાન રોયલ્સનો સાથ છોડીને આવ્યા છે જેઓ ટીમની કપ્તાની પણ કરી ચૂક્યા છે. પરંતુ હવે સવાલ એ છે કે દિલ્હીનો કેપ્ટન કોણ હશે, કેમ કે મોટા ખેલાડીઓ આ ટીમમાં સામેલ થઈ ગયા છે. શ્રેયસ અય્યરે આ સવાલનો જવાબ આપ્યો છે.

આ હશે કેપ્ટન
ટીમ દિલ્હીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શ્રેયસ અય્યરનો એક વીડિયો શેર કર્યો છે, સાથે જ જે કેપ્શન આપ્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીની કપ્તાની આ વખતે શ્રેયસ અય્યરના હાથમાં જ રહેશે. દિલ્હી કેપિટલ્સે ટ્વીટમાં લખ્યું, અમારા શાનદાર લીડર શ્રેયસ અય્યર આઈપીએલ 2020માં ટીમની આગેવાની કરવા માટે જોશમાં છે. ટીમમાં અનુભવી ખેલાડીઓ પણ સામેલ થયા છે અને જલદી જ હરાજી પણ થનાર છે, એવામાં શું આપણા કેપ્ટન ટીમને આગળ લઈ જવા તૈયાર છે?
|
શ્રેયસ અય્યરે પણ કંઈક આવું કહ્યું
જ્યારે શ્રેયસ ઐય્યર પણ એવું કહેતા જોવા મળી રહ્યા છે જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે તેઓ જ કેપ્ટન રહેશે. વીડિયામાં અય્યર કહી રહ્યા છે કે, 'ટીમમાં અશ્વિન અને રહાણે જેવા અનુભવી ખેલાડીઓના સામેલ થવાથી ઉત્સાહિત છું. હરાજીનો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છું અને આઈપીએલ 2020માં ટીમની આગેવાની કરવાને લઈને પણ અમારું લક્ષ્ય ટ્રૉફી જ હશે.' શ્રેયસ અય્યરે હાલમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરિઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેયસ અય્યરે બાંગ્લાદેશ વિરુદ્ધ આ સીરિઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા. ઐય્યરે 3 મેચમાં 54ની એવરેજથી 108 રન બનાવ્યા હતા જેમાં એક ફિફ્ટી પણ રહી.

પાછલી સીઝનમાં ટીમ છવાઈ હતી
જણાવી દઈએ કે પાછલી સીઝનમાં અય્યરની કપ્તાનીમાં દિલ્હી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર હતી. દિલ્હી લીગ સ્ટેજના 14 મેચમાં 9 મેચ જીતી સેમીફાઈનલમાં પહોંચી હતી. હવે આઈપીએલ 2020નો ખિતાબ મેળવવા ટીમ ફરી એકવાર કોશિશ કરશે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
