IPL 2020: દિનેશ કાર્તિકે અધવચ્ચે જ કોલકાતાની કપ્તાની છોડી, આ વિદેશી ખેલાડી સંભાળશે કમાન
IPL 2020: દિનેશ કાર્તિકે અધવચ્ચે જ કોલકાતાની કપ્તાની છોડી, આ વિદેશી ખેલાડી સંભાળશે કમાન
ઈન્ડિયન પ્રીમિર લીગનો અડધો અધ્યાય સમાપ્ત થઈ ચૂક્યો છે, અને હવે લગભગ કઈ ટીમ પ્લેઑફમાં પહોંચતા મોકો ગુમાવશે તે લગભગ નક્કી થઈ જ જશે. આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ધમાકેદાર મુકાબલો જોવા મળી શકે છે. ત્યારે કોલકાતાની ટીમમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

દિનેશ કાર્તિકે કપ્તાની છોડી
જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે કપ્તાની છોડી દીધી છે, અને હવે ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવરના કેપ્ટન ઈયોન મોર્ગનને કોલકાતા નાઈટ રાઈડર્સના નવા કેપ્ટન તરીકે ચૂંટવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ઈયોન મોર્ગન પહેલીવાર કોલકાતા નાઈટ રાઈડર્સની કપ્તાની કરશે. કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે અને પાછલી પાંચમાંથી બે મેચ હારી છે.

ઈયોન મોર્ગન બનશે નવા કેપ્ટન
ટીમના સીઈઓ વેંકી મૈસૂરે કહ્યું, "અમે ખુશકિસ્મત છીએ કે અમને દિનેશ કાર્તિક જેવા નેતૃત્વકર્તા મળ્યાછે, જેમણે હંમેશા ટીમને આગળ રાખી. અન્ય કોઈએ આવા પ્રકારનો ફેસલો લેવો બહુ કઠીન હોય છે. અમે ખુદ દિનેશ કાર્તિકના આ ફેસલાથી દંગ થયા છીએ, પરંતુ તેમની ઈચ્છાનું સન્માન કરીએ છીએ."

મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટક્કર થશે
આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થનાર છે. અત્યાર સુધી કોલકાતા યોગ્ય સંયોજન નથી શોધી શકી, ખાસ કરીને તેના બેટિંગમાં કેટલાય પેંચ છે. હજી સુધી કોલકાતાને સલામી જોડી મજબૂત નથી મળી. કેપ્ટન દિનેશ કાર્તિકે એક મેચમાં ફીફ્ટી લગાવી હતી પરંતુ પછી તેઓ પાટા પરથી પાછા હેઠા ઉતરી ગયા. તે ફોર્મથી બહાર ચાલી રહ્યા છે અને તેમના પ્રદર્શનની સોશિયલ મીડિયા પર પણ ઘણી ટિકા થઈ રહી હતી.












Click it and Unblock the Notifications
