IPL 2020: આવી રહી શકે છે રોહિત અને વિરાટની ટીમની સફર
જ્યોતિશ પ્રમાણે આ ટીમ પહેલીવાર સમ આંકડા વાળા વર્ષમાં ચેમ્પિયન બની શકે છે. ખેલાડીઓ અને ટીમની રાશિ પ્રમાણે વિરાટ કોહલીની ટીમ પણ પહેલીવખત ચેમ્પિયન બની શકે છે.
આ વખતની આઈપીએલ ઘણી રીતે અનોખી સાબિત થવાની છે. આઈપીએલમાં ઘણી બાબતો પહેલીવાર થવા જઈ રહી છે. આ વખતે માત્ર 5 જ દિવસ એવા હશે, જેમાં 2 મેચ રમાશે. રોહિત શર્મા ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન ખાસ બની શકે છે, કારણ કે જ્યોતિશ પ્રમાણે આ ટીમ પહેલીવાર સમ આંકડા વાળા વર્ષમાં ચેમ્પિયન બની શકે છે. ખેલાડીઓ અને ટીમની રાશિ પ્રમાણે વિરાટ કોહલીની ટીમ પણ પહેલીવખત ચેમ્પિયન બની શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સ માટે આ વર્ષ ખાસ સાબિત થવાનું છે. આ પહેલા ટીમ ક્યારેય બેકી વર્ષમાં ટુર્નામેન્ટ નથી જીતી શકી. રોહિત શર્માની ટીમનું નસીબ માત્ર એકી આંકડો ધરાવતા વર્ષમાં જ ચમક્યુ છે. મુંબઈ ઈન્ડિયન્સ 2013, 2015, 2017 અને 2019માં ચેમ્પિયન બની ચૂકી છે. આ વખતે 2020માં મુંબઈ ફરીજી વિજેતા બની શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ
કોલકાતા નાઈટરાઈડર્સ માટે પણ આ વર્ષ સારુ સાબિત થઈ શકે છે. શાહરુખ ખાનની ટીમ જો જોખમ ઉઠાવે તો તેમને તેનો ફાયદો મળી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ
કેટલાક લોકો પાછલી સફળતાઓ પર જ અટકેલા હોય છે, તો કેટલાક લોકો તેમાંથી પ્રેરણા લઈને મજબૂતીથી આગળ આવે છે. એ જાણવું જરૂરી છે કે ઉંમરની સાથે બુદ્ધિમાની પણ આવે છે અને સફળતા પણ મળે છે.

રાજસ્થાન રોયલ્સ
2019માં ખરાબ પ્રદર્શન બાદ રાજસ્થાન આ વર્ષે સારુ ફોર્મ મેળવીને સફળ થવા ઈચ્છશે. આ માટે રાજસ્થાન રોયલ્સને બેન સ્ટોક્સ અ જોસ બટલર જેવા ખેલાડીઓ પાસેથી ખૂબ આશાઓ છે.

કિંગ્સ 11 પંજાબ
કિંગ્સ ઈલેવન પંજાબ નવા યુગની રાહ જોઈ રહી છે. કીપર્સને પ્રાકૃતિક લીડર મનાય છે, એટલે તેમના પર ભરોસો કરતા ડરવું ન જોઈએ. મુશ્કેલ સમયમાં ગેલ સ્ટોર્મ કિંગ્સ 11 પંજાબને જીતાડી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
સતત મળી રહેલી નિષ્ફળતાને સફળતામાં બદલવાનો સમય આવી ગયો છે. એક જૂનો ચહેરો પાછો આવ્યો છે, જ્યારે કેટલાક જતા રહ્યા છે. કિંગ પર ભરોસો રાખશો તો તે જરૂર ફળ આપશે. આ ટીમ માટે 13 નંબર લકી સાબિત થઈ શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ
આ સિઝનમાં W ટીમની આશાઓ માટે લકી સાબિત થઈ શકે છે. અફ્ઘાની જાદુગર રાશિદ ખાન ભરોસો રાખવો જોઈએ. અને હોમગ્રાઉન્ડને ફરી ગઢ બનાવવો પડશે. જો તમે સારુ પ્રદર્શન કરશો તો ભાગ્ય તમારા પર મહેરબાન થી શકે છે.

દિલ્હી કેપિટલ્સ
આ ટીમે અનુભવી ખેલાડીઓને મેળવવા માટે પોતાના કેટલાક જૂના અને જાણીતા ખેલાડીઓને સામેલ કર્યા છે. જો કે તેમણએ યુવા ખેલાડીઓ પર ભરોસો રાખવો જોઈએ. રિકી પોન્ટિંગના હાથમાં સંચાલન હશે તો ટીમ યોગ્ય દિશામાં આગળ વધશે.












Click it and Unblock the Notifications
