IPL 2020: રહાણે કે સ્મિથ નહીં, આ ખેલાડી બની શકે છે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન

2 વર્ષના પ્રતિબંધ બાદ જ્યારે આઈપીએલની 11મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સે કમબેક કર્યુ ત્યારે ઈન્ડિયન ખેલાડી અજિંક્ય રહાણને ટીમની કમાન સોંપાઈ હતી. રહાણેએ પણ ટીમને સેમિફાઈનલ સુધી પહોંચાડી. પરંતુ 12મી સિઝન રહા

2 વર્ષના પ્રતિબંધ બાદ જ્યારે આઈપીએલની 11મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સે કમબેક કર્યુ ત્યારે ઈન્ડિયન ખેલાડી અજિંક્ય રહાણને ટીમની કમાન સોંપાઈ હતી. રહાણેએ પણ ટીમને સેમિફાઈનલ સુધી પહોંચાડી. પરંતુ 12મી સિઝન રહાણે માટે એટલી સારી નહોતી રહી. પરિણામે ટીમ મેનેજમેન્ટે આઈપીએલની અડધી સિઝને કેપ્ટન તરીકે રહાણને હકાલપટ્ટી કરીને સ્ટીવ સ્મિથને જવાબદારી સોંપી. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રતિબંધ બાદ સ્મિથને કેપ્ટન બનાવાયા તો ક્રિકેટ જગતમાં ખૂબ ટીકા થઈ. પરિણામે હવે રાજસ્થાન રોયલ્સ કેપ્ટન તરીકે કોને જવાબદારી સોંપવી તે વિચારી રહ્યું છે.

IPL 2020

રાજસ્થાન રોયલ્સની ટીમ આ માટે ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. બટલર છેલ્લી 2 સિઝનથી રન બનાવી રહ્યા છે. આ ઉપરાંત તે ઈંગ્લેન્ડ માટે ટી20માં કેપ્ટન પણ રહી ચૂક્યા છે. બટલ 6 વન ડેમાં પણ ઈંગ્લેન્ડના કેપ્ટન રહી ચૂક્યા છે. હાલ તો ચર્ચા છે કે ઈંગ્લેન્ડની ટીમ પણ નવા કેપ્ટન તરીકે બટલરનું નામ વિચારી રહી છે.

જોસ બટલર ઉપરાંત રાજસ્થાન પાસે ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર પણ છે. જો કે જોફ્રા આર્ચર ઈન્જર્ડ થઈ ચૂક્યા છે. આ સિવાય રાજસ્થાનની ટીમમાં રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ જેવા યુવા ખેલાડી છે, જે ગત સિઝનમાં સારુ રમી ચૂક્યા છે. જેને કારણે 13મી સિઝનમાં ટીમ સારુ રમે તેવી ફેન્સને અપેક્ષા છે.

આ પણ વાંચો: IPL 2020: તમામ ટીમના કેપ્ટનને આધારે આ છે ટીમનું રેન્કિંગ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X