IPL 2020, KKR vs RCB: કાર્તિક અને કોહલી વચ્ચે મેદાન-એ-જંગ, સંભાવિત Xi, હેડ ટૂ હેડ રેકોર્ડ
IPL 2020, KKR vs RCB: કાર્તિક અને કોહલી વચ્ચે મેદાન-એ-જંગ, સંભાવિત Xi, હેડ ટૂ હેડ રેકોર્ડ
નવી દિલ્હીઃ ધીમે ધીમે આ સીઝનમાં આઈપીએલ ટીમોનો હિસાબ પણ ક્લિયર થતો જઈ રહ્યો છે. આજે શારજાહના મેદાનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. બંને ટીમે પોતાના પાછલા મુકાબલા જીત્યા છે. પરંતુ આરસીબીમાં કોહલીનું ફોર્મ અને ક્રિસ મૉરિસની વાપસી નવી તાજગી ફૂંકી રહી છે. યુવા પડિક્કલમાં જોશ છે જ્યારે શિવમ દુબે અને નવદીપ સૈની જેવા યુવા તુર્ક પોતાનું કામ બખૂબી નિભાવી રહ્યા છે.

વૉશિંગ્ટન બહુ સુંદર રીતે બોલિંગ કરી રહ્યા છે અને શ્રીલંકાના ઉદાનાએ અત્યાર સુધી સારી ઉડાણ ભરી છે. જ્યારે લેગ સ્પિન માસ્ટર ચહલ બધા પર ભારી પડી રહ્યો છે. કુલ મિલાવીને કહીએ તો કોઈ ઈજાગ્રસ્ત ના થાય તો આરસીબીની ટીમ પાછલી મેચમાં હતી તે જરહેશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે દિનેશ કાર્તિકનું ચાલવું ખુબ જરૂરી હતું અને તેઓ ચાલ્યા પણ ખરા પરંતુ આંદ્રે રસેલ નથી ચાલી રહ્યા અને તેઓ ઈજાગ્રસ્ત પણ થયા છે અને તેમની રિકવરી ના થઈ તો જોશીલા ટૉમ બેંટનને મોકો મળી શકે છે અને એવું પણ બની શકે છે કે બેટિંગની સાથે થોડી સમજૂતી કરી 90 માઈલ પ્રતિ કલાકની તેજીથી બોલિંગ કરતા બોલર લૉકી ફર્ગ્યુસનને લાવવામાં આવે.
સુનીલ નરીનના સંદિગ્ધ બોલિંગ એક્શનની રિપોર્ટ પાછલી મેચમાં કરવામા આવી હતી અને એવામાં શું તેમને બોલિંગ એક્શનમાં સુધાર માટે સમય આપવામાં આવશે? જો હાં, તો ક્રિસ ગ્રીન એક વિકલ્પ બની શકે છે જેમને પ્લેઈંગ ઈલવનમાં જગ્યા મળી શકે છે.
KKR vs RCB Head To Head Record
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે 24 મુકાબલા થયા છે જેમાંથી બેંગ્લોર 10 મુકાબલા જીત્યું છે અને 14 મુકાબલામાં કોલકાતા સામે હારનો સામનો કરવો પડ્યો. કોલકાતા સામે બેંગ્લોરનો ઉચ્ચતમ સ્કોર 213 રન છે જ્યારે બેંગ્લોર સામે કોલકાતાનો ઉચ્ચતમ સ્કોર 222નો છે. જો સૌથી ઓછા સ્કોરની વાત કરીએ તો બેંગ્લોર સામે કોલકાતાનો 89નો સૌથી ઓછો સ્કોર છે અને કોલકાતા સામે બેંગ્લોરનો સૌથી ઓછો સ્કોર 49નો છે.
આ પ્રકારે હોય શકે બંને ટીમ
RCB: દેવદત્ત પડિક્કલ, આરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિવમ દૂબે, ગુરકીરત સિંહ માન, ક્રિસ મૉરિસ, વૉશિંગ્ટન સુંદર, ઈસુરુ ઉદાના, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ.
KKR: શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ/ ટૉમ બેંટન, સુનીલ નરીન/ ક્રિસ ગ્રીન, પેંટ કમિન્સ, કમલેશ નાગરકોટી, પી કૃષ્ણા, વરુણ ચક્રવર્તી.












Click it and Unblock the Notifications
