For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ છે 3 દિગ્ગજ ખેલાડી, જે આઈપીએલમાં રહ્યા શાનદાર પણ ટીમ ઈન્ડિયામાં ફ્લોપ

આઈપીએલની આગામી સિઝન 29 માર્ચથી શરૂ થઈ રહી છે, અને ફાઈનલ મેચ 29 મેના રોજ મુંબઈમાં રમાશે. આઈપીએલે યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ પુરુ પાડે છે. પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ છે.

|
Google Oneindia Gujarati News

આઈપીએલની આગામી સિઝન 29 માર્ચથી શરૂ થઈ રહી છે, અને ફાઈનલ મેચ 29 મેના રોજ મુંબઈમાં રમાશે. આઈપીએલે યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ પુરુ પાડે છે. પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ છે, જેમને આઈપીએલના કારણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યુ, જો કે તે મોકાનો ફાયદો ન ઉઠાવી શક્યા.

મોહિત શર્મા

મોહિત શર્મા

હરિયાણાના ફાસ્ટ બોલર મોહિત શર્માએ 2012-13ની રણજી ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી હતી, જેના લીધે ચેન્નાઈએ તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. મીડિયમ પેસર મોહિત સ્વિંગ બોલર છે અને ડેથ ઓવર્સમાં તે સ્લો બોલ્સથી વિકેટ ઝડપતા હતા. પહેલી આઈપીએલમાં મોહિતે 15 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. આઈપીએલના સારા પ્રદર્શનને કારણે 2013માં ઝિમ્બાબ્વે ટુરમાં તેમની પસંદગી થઈ હતી. અને આ ટુરમાં વનડેમાં તેમને ડેબ્યુ કરવી તક પણ મળી. મોહિત ભારત માટે 26 વન ડે રમી ચૂક્યા છે, જેમાં તેમને 31 વિકેટ મળી છે. સાથે જ તે 6 ટી20માં 8 વિકેટ લઈ ચૂક્યા છે. પરંતુ 2015 બાદ મોહિતને ટીમમાં જગ્યા નથી મળી.

સૌરભ તિવારી

સૌરભ તિવારી

પહેલીધોનીને આદર્શ માનનાર આ ખેલાડી ધોની જેવા જ લાંબા વાળના કારણએ ફેમસ થયા હતા. 2008માં અંડર 19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડિયન્સે તેમને સિલેક્ટ કર્યા હતા. 2008માં અન્ડર 19 વર્લ્ડ કપની જીતમાં સૌરભ તિવારીનો મોટો ફાળો હતો. સૌરભે મુંબઈ માટે શાનદાર ઈનિંગ્સ રમી અને ટીમને જીતાડી. સૌરભ મુંબઈ ઈન્ડિયન્સ માટે 3 વર્ષ સુધી રમ્યા. 2010માં કેટલાક સીનિયર ખેલાડીઓને આરામ આપવાના કારણે ઓસ્ટ્રેલિયા ટુરમાં વન ડેમાં ડેબ્યુ કરવાની તક મળી. પહેલી મેચમાં તે 12 રન બનાવી શક્યા. છેલ્લે સૌરભે અંતિમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. બાદમાં તેમને ટીમ ઈન્ડિયામાં તક નથી મળી.

નમન ઓઝા

નમન ઓઝા

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છથાંય વિકેટકીપર તરીકે નમન ઓઝા પહેલી પસંદગી નથી રહ્યા. ઓઝા પહેલા તેમના સમકાલીન ખેલાડી ધોનીને તક મળી અને ધોનીના શાનદાર પ્રદર્શને કારણે વર્ષો સુધી નવા વિકેટકીપરની જરૂર જ ન પડી. 2010માં આઈપીએલમાં નમન ઓઝાએ 14 મેચમાં 31થી વધુની એવરેજથી 377 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનને કારણે નમમને શ્રીલંકા સામેની ટુર્નામેન્ટમાં વનડેમાં ડેબ્યુ કરવાની તક મળી. નમને પોતાની કરિયરમાં માત્ર 1 વનડે અને બે ટી20 મેચમાં જ રમવાની તક મળી. નમનને વર્ષ 2015માં ધોનીના સંન્યાસ બાદ ટેસ્ટ ટીમમાં પણ તક મળી. જો કે એક ટેસ્ટ બાદ તેમને ક્યારેય અજમાવવામાં ન આવ્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 know about 3 players who were flopped in team india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X