IPL 2020: લૉકી ફર્ગ્યુશનની શાનદાર બોલિંગે બાજી પલટી, સુપર ઑવરમાં કોલકાતાની જીત
IPL 2020: લૉકી ફર્ગ્યુશનની શાનદાર બોલિંગે બાજી પલટી, સુપર ઑવરમાં કોલકાતાની જીત
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગના 35મા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને સુપર ઓવરમાં હરાવી રોમાંચક જીત નોંધાવી છે. મેચના હીરો સાબિત થયેલ લૉકી ફર્ગ્યૂસન જેમણે 4 ઓવરમાં 15 રન આપી 3 વિકેટ ચટકાવી. પછી સુપર ઓવરમાં હૈદરાબાદની 2 વિકેટ 2 રનના સ્કોર પર જ ખરી ગઈ અને આ વિકેટ પણ લોકી ફર્ગ્યૂસને જ ચટકાવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની આ નવ મેચમાં પાંચમી જીત છે, જ્યારે હૈદરાબાદે છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે.

અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટ ગુમાવી 164 રનનો લક્ષ્ય રાખ્યો હતો. ઓપનર શુભમન ગિલે 37 બોલમાં 36 રનની ઈનિંગ રમી, જ્યારે રાહુલ ત્રિપાઠીએ 16 બોલમાં 23 રન બનાવ્યા. ત્રીજા નંબર પર આવેલા નીતિશ રાણાએ 20 બોલમાં 299 રન બનાવી આઉટ થઈ ગયો.
આંદ્રે રસેલ ફરી એકવાર ફ્લોપ સાબિત થયો. તેમણે 11 બોલમાં માત્ર 9 રન જ બનાવ્યા. કેપ્ટન ઈયોન મોર્ગને 23 બોલમાં 34 રન બનાવ્યા. દિનેશ કાર્તિકે 14 બોલમાં 29 રન બનાવ્યા. વિજય શંકરે 20 રન આપી અને રાશિદ ખાને 28 રન આપી 1-1 વિકેટ ચટકાવી જ્યારે ટી નટરાજને 40 રન આપી 2 વિકેટ ચટકાવી અને બસિલ થાંપીએ પણ 1 વિકેટ પોતાના નામે કરી.












Click it and Unblock the Notifications
