For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: સ્લૉટ નંબર 2 માટે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે મુકાબલો, સંભાવિત Xi, હેડ ટૂ હેડ રેકોર્ડ

IPL 2020: સ્લૉટ નંબર 2 માટે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે મુકાબલો, સંભાવિત Xi, હેડ ટૂ હેડ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો છે. જે કોઈપણ ટીમ જીતશે તે નંબર 2 પર ચાલી જશે. નંબર 2 પર જવાનો મતલબ કે પહેલા ક્વૉલિફાયર રમવાનો મોકો આ ટીમને મળશે. આ મેચ કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે કેમ કે બંને જ ટીમે હારવાની હોડ લગાવી છે. દિલ્હી કેપિટલ્સ જ્યાં સતત ચાર મેચ હારી ચૂકી છે ત્યાં જ આરસીબી પણ હારની હેટ્રિક લગાવી ચૂકી છે.

dc vs rcb

આ મેચ આબૂ ધાબીમાં રમાવવા જઈ રહ્યો છે જ્યાં આરસીબીનો રેકોર્ડ સારો છે. તેમણે પોતાના ત્રણમાંથી બે મેચ અહીં પર જીત્યા છે જ્યારે દિલ્હીએ રમાયેલા ત્રણેય મેચમાં હારનો સામનો કર્યો છે. દિમાગી રીતે કોહલી અહીં જરૂર હાવી થશે.

આ ટીમ જીતનારી ટીમ જ્યાં પ્લેઑફમાં ખુદ જ પહોંચી જશે ત્યાં જ હારનારી ટીમે બચેલ વધુ એક મેચના પરિણામનો ઈંતેજાર કરવો પડશે, કેમ કે ત્યારે 14-14 અંક વહેંચતી ટીમ પાસે રન રેટ મહત્વની હશે.

આરસીબીની ટીમને વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સથી થોડા રન બનાવવાની જરૂરત છે. મધ્યમ ક્રમે ટીમને પરેશાન કરી છે એવામાં શું મોઈન અલીની ટીમમાં વાપસી થશે કે પછી શિવમ દુબેને મોકો આપવામાં આવશે? નિશ્ચિત રીતે આ કેટલાક સવાલ બાકી છે.

બીજી તરફ દિલ્હીને જોવું પડશે કે શું મહત્વના મુકાબલામાં તેઓ પ્રવીણ દુબેની જગ્યાએ અનુભવી અક્ષર પટેલને પરત લઈને આવશે કે નહિ.

જો હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં આઈપીએલની 24 મેચ રમાઈ ચૂકી છે જેમાંથી દિલ્હી કેપિટલ્સ 9 મેચ જીતી છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 14 મેચ જીતી છે.

આ પ્રકારે છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સઃ શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, માર્કસ સ્ટોઈનિસ, શિમ્રોન હેટમાયર, હર્ષલ પટેલ, કગિસો રબાડા, પ્રવીણ દુબે/ અક્ષર પટેલ, આર અશ્વિન, એનરિચ નોર્ટજે

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ દેવદત્ત પડિક્કલ, જોશ ફિલિપ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, વૉશિંગ્ટન સુંદર, ગુરકીત સિંહ/ શિવમ દૂબે, ક્રિસ મૉરિસ, ઈસુરુ ઉદાના/ મોઈન અલી, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Match between Delhi and Bangalore for Slot No. 2, probable Xi, Head to Head Record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X