For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: રાજસ્થાને CSKને આપ્યું 217 રનનું લક્ષ્ય, સંજુ સેમસને ફટકાર્યું તોફાની અર્ધશતક

આઈપીએલ 2020 ની ચોથી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે આઈપીએલમાં 22 મ

|
Google Oneindia Gujarati News

આઈપીએલ 2020 ની ચોથી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે આઈપીએલમાં 22 મેચ થઈ છે. જેમાં ચેન્નાઈની ટીમે 14 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાનની ટીમને ફક્ત 8 મેચમાં જ જીતવાની તક છે. સંજુ સેમસનની વિસ્ફોટક અર્ધસદીની ઇનિંગના આધારે રાજસ્થાન રોયલ્સએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 217 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે.

IPL 2020

સંજુ સેમસનની વિસ્ફોટક અર્ધસદીની ઇનિંગના આધારે રાજસ્થાન રોયલ્સએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 217 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને 20 ઓવરમાં 216 રન બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસનને 32 બોલમાં 9 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્મિથે 47 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં ટોમ ક્યુરેને 9 બોલમાં અણનમ 10 રન બનાવ્યા હતા અને જોફ્રા આર્ચેરે 4 સિક્સરની મદદથી અણનમ 27 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી, સેમ ક્યુરેને 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી, જ્યારે દિપક ચહર, એન્ગિડી અને પિયુષ ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: CSK Vs RR: ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ અહીં લાઈવ જોઈ શકશો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Rajasthan give CSK a target of 217 runs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X