For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: રાજસ્થાને KKR સામે કરી હતી આ ત્રણ મોટી ભૂલ

IPL 2020: રાજસ્થાને KKR સામે કરી હતી આ ત્રણ મોટી ભૂલ

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન રોયલ્સની ટીમ કેકેઆર સામે ભયંકર હારની સાથે જ આઈપીએલ 2020થી બહાર થઈ ગઈ છે. તેમણે ટૉસ જીતી કેકેઆરને પહેલાં બેટિંગ કરવઆ આમંત્રિત કર્યા પરંતુ તેમના બોલિંગ આક્રમણે સારું પ્રદર્શન ના કર્યું. ઈયોન મોર્ગનની કપ્તાની ઈનિંગને પગલે કોલકાતાએ 191 રન બનાવ્યા.

192નો પીછો કરવો ડ્યૂની ઉપસ્થિતિ સાથે પણ એક કઠણ કાર્ય હતું. આ ઉપરાંત, શરૂઆતી ઓવરમાં બેટિંગમાં આરઆર માટે હાલત ખરાબ થઈ ગયા અને તેમણે 131 રન બનાવ્યા. પેટ કમિંસે ચાર વિકેટ લીધી અને રાજસ્થાનને ટાર્ગેટ સુધી પહોંચવા નાથી. આની સાથે જ 12 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર નિકળનાર રાજસ્થાન ત્રીજી ટીમ બની ગઈ છે. જો રાજસ્થાને આ ત્રણ ભૂલ ના કરી હતો તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત.

બેન સ્ટૉક્સને ખોટા સમયે બોલિંગ

બેન સ્ટૉક્સને ખોટા સમયે બોલિંગ

રાજસ્થાને રાહુલ તેવટિયા અને બેન સ્ટૉક્સના રૂપમાં 2 ઓલરાઉન્ડર અને ચાર બોલર સાથે રમ્યા. તેવટિયાએ શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ ચટકાવી. જો કે ડેથમાં તેમણે પોતાના ફ્રન્ટલાઈન બોલર વરુણ આરોનનો ઉપયોગ કરવો જોઈતો હતો, જ્યારે રાજસ્થાન બેન સ્ટૉક્સ સાથે ચાલ્યું ગયું. સ્ટૉક્સ મોંઘા સાબિત થયા અને 3 ઓવરમાં જ 40 રન લૂંટાવી દીધા.

રાજસ્થાન રોયલ્સનું આક્રમક વલણ

રાજસ્થાન રોયલ્સનું આક્રમક વલણ

રાજસ્થાન રોયલ્સે 9.5થી વધુની રન રેટ સાથે 192ના વિશાળ સ્કોરનો પીછો કરવો પડ્યો. જો કે બાદના ચરણમાં થોડા ડ્યૂની ઉમ્મીદ હતી. રાજસ્થાને મોટા શૉટ્સ લગાવવાની કોશિશ કરી. તેમણે પહેલી ઓવરમાં 19 રન બનાવ્યા. પરંતુ આ સિલસિલો લાંબા સમય સુધી યથાવત ના રહી શક્યો. ઓવર અટેકિંગ ક્રિકેટે તેમણે પેટ કમિંસ સામે એક નાટકીય પતન માટે પ્રેરિત કર્યા અને એક પછી એક રાજસ્થાનની વિકેટ ખરવા લાગી.

વરિષ્ઠ બેટ્સમેન ફેલ થયા

વરિષ્ઠ બેટ્સમેન ફેલ થયા

રાજસ્થાન રોયલ્સની વરિષ્ઠ બેટ્સમેન જ તેમની મોટી તાકાત છે. બેન સ્ટોક્સ, જોસ બટલર, રૉબિન ઉથપ્પા અને કેપ્ટન સ્ટીવ સ્મિથ તેમની મુખ્ય તાકાત છે અને તેમણે વધુ જવાબદારી સાથી બેટિંગ કરવું જોઈએ. જો તેમનામાંથી કોઈ પણ પોતાની ઈનિંગને એકસાથે રાખવા માટે અંત સુધી ઉભો રહે તો આ સ્કોર પણ હાંસલ કરી શકાય તેમ હતો અને તેઓ આ પ્રતિયોગિતાથી બહાર થવાથી બચી શકતા હતા.

IPL 2020: કરો યા મરોની મેચમાં કોલકાતાની જીત, રાજસ્થાનને 60 રને માત આપીIPL 2020: કરો યા મરોની મેચમાં કોલકાતાની જીત, રાજસ્થાનને 60 રને માત આપી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: these 3 mistakes show rajasthan royals way out of tournament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X