IPL 2020: એવી ચાર ટીમો જેમની પાસે સુપરઓવર માટે છે બેસ્ટ બેટ્સમેન
સુપર ઓવરમાં એવા જ બેટ્સમેનને તક મળે છે, જેમના રન મારવાની ગેરેંટી છે. ત્યારે જોઈએ આઈપીએલ 2020માં કઈ ચાર ટીમો પાસે સુપર ઓવર માટે બેસ્ટ બેટ્સમેન છે.
સુપર ઓવર આઈપીએલનો સૌથી રોમાંચક તબક્કો છે. પહેલી સિઝનમાં ટાઈબ્રેકર તરીકે તેનો ઉપયોગ થયો હતો. જે ટીમ મેચમાં બીજી બેટિંગ કરે છે, તેને સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરવાનો ચાન્સ મળે છે. દરેક ટીમને સુપર ઓવરમાં છ બોલ રમવા મળે છે. જો સુપર ઓવરમાં પણ સ્કોર ઈક્વલ થાય તો વધુ એક સુપર ઓવર રમાય છે. સુપર ઓવર દરમિયાન દરેક ટીમ સૌથી વધુ રન મારવા ઈચ્છતા હોય છે. સુપર ઓવરમાં 3 બેટ્સમેન બેટિંગ કરવા ઉતરી શકે છે અને એક બોલર આખી ઓવર નાખી શખે છે. અત્યાર સુધી આ લીગમાં ઘણી સુપર ઓવર રમાઈ ચૂકી છે. સુપર ઓવર માટે તમારી પાસે વિસ્ફોટક બેટ્સમેન હોવા જરૂરી છે. સુપર ઓવરમાં એવા જ બેટ્સમેનને તક મળે છે, જેમના રન મારવાની ગેરેંટી છે. ત્યારે જોઈએ આઈપીએલ 2020માં કઈ ચાર ટીમો પાસે સુપર ઓવર માટે બેસ્ટ બેટ્સમેન છે.

મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્મા હાલ વિશ્વના શ્રેષ્ઠ ઓપનર છે. મુંબઈ પાસે આ સિઝનમાં સુપર ઓવર માટે સૌથી વિસ્ફોટક બેટ્સમેનો છે. ક્રિસ લિન કોલાકાતા માટે વિસ્ફોટક બેટિંગ કરી ચૂક્યા છે. આ સિઝનમાં તે મુંબઈ તરફથી રમશે. સુપર ઓવર માટે તે પહેલી પસંદગી બની શકે છે. આ ઉપરાંત આક્રમક બેટ્સમેન હાર્દિક પંડ્યા પણ છે. જે મોટા શોટ્સ રમવા માટે જાણીતા છે. આ ઉપરાંત મુંબઈ પાસે પોલાર્ડ, ડી કૉક, જેવા વિકલ્પ પણ છે.

કોલકાતા નાઈટરાઈડર્સ
કોલકાતા માટે આંદ્રે રસેલ ડેથ ઓવર્સમાં સૌથી ભરોસાપાત્ર ખેલાડી છે. સુપર ઓવર માટે KKRની પહેલી પસંદગી રસેલ બની શકે છે. આ ઉપરાંત કેપ્ટન દિનેશ કાર્તિક પણ આક્રમક બેટિંગ કરવા સક્ષમ છે. કાર્તિક દરેક બોલને મેદાન બહાર મોકલી શકે છે. આ ઉપરાંત પાવર હીટર તરીકે નીતિશ રાણા, ટોમ બેન્ટ જેવા ખેલાડીઓ પણ છે, જે સુપર ઓવરમાં વધુ રન બનાવી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વિરાટ કોહલીએ પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું છે, જેના કારણે તેમની રમત પણ શાનદાર થતી જાય છે. આઈપીએલમાં કોહલી આક્રમક બેટિંગ કરે છે. 2016માં તો કોહલીએ 4 સદી ફટકારી હતી. વિરાટ સાથે એબીડી વિલિયર્સ પણ સુપર ઓવર રમી શકે છે. બંને આક્રમક બેટ્સમેન રન ફટકારવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત બેંગ્લોર પાસે શિવમ દુબે અને ફિંચ જેવા ખેલાડીઓ પણ છે.

કિંગ્સ ઈલેવન પંજાબ
કે એલ રાહુલ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ માટે શ્રેષ્ઠ બેટ્સમેન છે. એમાંય હાલ તો રાહુલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. સુપર ઓવર માટે કેપ્ટન કે એલ રાહુલ પંજાબની પહેલી પસંદ હશે. આઈપીએલ 2018માં તે માત્ર 14 બોલમાં 50 રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. આ ઉપરાંત પંજાબ પાસે ટી20ના સૌથી સફળ બેટ્સમેન ક્રિસ ગેલ પણ છે. જેની રમત બધા જ જાણએ છે. સાથેજ નિકોલસ પૂરન અને ગ્લેન મેક્સવેલના ઓપ્શન પણ પંજાબ પાસે મોજૂદ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
