IPL 2020: મેક્સવેલના સ્થાને આ 3 ખેલાડીઓને મળી શકે છે કિંગ્સ 11 પંજાબમાં સ્થાન
આઈપીએલ 2020ની હરાજીમાં કિંગ્સ ઈલેવન પંજાબે ગ્લેન મેક્સવેલને 10.75 કરોડની અધધધ કિંતે ખરીદ્યા છે. પરંતુ હવે મેક્સવેલના આઈપીએલ રમવા પર શંકાના વાદળો છવાયા છે. માનસિક બીમારીમાંથી ઠીક થઈને બિગ બેશમાં પોતાની
આઈપીએલ 2020ની હરાજીમાં કિંગ્સ ઈલેવન પંજાબે ગ્લેન મેક્સવેલને 10.75 કરોડની અધધધ કિંતે ખરીદ્યા છે. પરંતુ હવે મેક્સવેલના આઈપીએલ રમવા પર શંકાના વાદળો છવાયા છે. માનસિક બીમારીમાંથી ઠીક થઈને બિગ બેશમાં પોતાની ટીમ મેલબર્ન સ્ટાર્સને ફાઈનલ સુધી પહોંચાડનાર મેક્સવેલ આઈપીએલ 2020 રમે તેવી આશા હતી. પરંતુ તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા છે કે મેક્સવેલને કોઈમાં દર્દ વધી રહ્યુ છે, જેને કારણે તેમને સર્જરી કરાવી પડશે.
મેક્સવેલે હજી સુધી પોતાને આઈપીએલ રમવા માટે અસમર્થ જાહેર નથી કર્યા, પરંતુ ટુર્નામેન્ટ પહેલા તે ફિટ થાય તેવી શખ્યતા ઓછી છે. મેક્સવેલ ઓસ્ટ્રેલિયાની દક્ષિણ આફ્રિકા ટૂર માટે પણ સિલેક્ટ નથી થયા. ઉલ્લેખનીય છે કે મેક્સવેલ હાલ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાંના એક છે, ત્યારે જો તે આઈપીએલમાં નહીં રમે તો પંજાબ માટે મોટો ઝટકો સાબિત થશે.
ત્યારે જોઈએ મેક્સવેલની ગેરહાજરીમાં કયા ખેલાડીઓ પંજાબ માટે સંકટ સમયની સાંકળ બની શકે છે.

કૉલિન ડી ગ્રેન્ડહોમ
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કૉલિન ડી ગ્રેન્ડહોમનો આઈપીએલ રેકોર્ડ ભલે આકર્ષક ન હોય પરંતુ એ વાત ચોક્કસ છે કે તેઓ શાનદાર ઓલરાઉન્ડર છે. ભારત વિરુદ્ધની વન ડે સિરીઝમાં ગ્રેન્ડહોમે ત્રીજી વનડેમાં માત્ર 28 બોલમાં 58 રન બનાવીને ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી. આ ઉપરાંત ગ્રેન્ડહોમ બોલિંગમાં પણ ટીમને મદદ કરી શકે છે. ત્યારે મેક્સવેલની જગ્યાએ તેમને સ્થાન મળી શકે છે.

બેન કટિંગ
બેન કટિંગ માટે બિગ બેશ લીગ આ વર્ષે સારી નથી રહી. પરંતુ મેક્સવેલની જેમ તે પણ વિસ્ફોટક બેટ્સમેન છે. એટલે જો કટિંગ પોતાના લયમાં દેખાય તો તે ટીમ માટે મેચવિનર બની શકે છે. આઈપીએલમાં બેન કટિંગનો સ્ટ્રાઈક રેટ 168.79 છે. આ ઉપરાંત તે 10 વિકેટ પણ ઝડપી ચૂક્યા છે. કટિંગ આમ તો બેટ્સમેન છે, પણ જરૂરિયાતના સમયે તે બોલિંગ કરી શકે ચે.

કૉલિન ઈનગ્રામ
2019માં કૉલિન ઈનગ્રામ દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યા હતા. જો કે તેમના માટે ગત સિઝન સારી નહોતી રહી. એ વાત પણ સ્વીકારવી રહી કે દિલ્હી કેપિટલ્સે તેમનો યોગ્ય ઉપયોગ નહોતો કર્યો. આ ઉપરાંત ઈનગ્રામ બીજી ટી20 લીગમાં સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. ઈનગ્રામ ભલે ઓલરાઉન્ડર ન હોય, પરંતુ પંજાબને મિડલ ઓર્ડરમાં મજબૂતી આપી શખે છે.
આ પણ વાંચો: IPLના ઈતિહાસમાં આ ખેલાડીઓ રમ્યા છે સૌથી વધુ બોલ












Click it and Unblock the Notifications
