IPLના ઈતિહાસમાં આ ખેલાડીઓ રમ્યા છે સૌથી વધુ બોલ
IPLના ઈતિહાસમાં આ ખેલાડીઓ રમ્યા છે સૌથી વધુ બોલ
આઈપીએલનું ઓફિશિયલ ટાઈમટેબલ આવી ચૂક્યુ છે. 13મી સિઝન 29 માર્ચથી શરૂ થશે. અ ફરી એકવાર દિગ્ગજ ખેલાડીઓ મેદાન પર જોવા મળશે. જો કે ખૂબ ઓછા ખેલાડીઓ છે, જે આઈપીએલમાં પોતાનું હીર દર્શાવી શકે છે. અત્યાર સુધી આઈપીએલની 12 સિઝન રમાઈ ચૂકી છે.
આઈપીએલમાં દર વર્ષે સંખ્યાબંધ રેકોર્ડ બને છે અને તૂટે છે. ત્યારે આજે એક એવા રેકોર્ડની વાત કરીશું જે તમે નહીં જાણતા હો. વાત એવા ત્રણ બેટ્સમેનની જે આઈપીએલમાં સૌથી વધુ બોલ રમી ચૂક્યા છે.

1. વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોહલી આઈપીએલમાં બેંગ્લોરની કમાન સંભાળે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કોહલી ભલે સફળ બેટ્સમેન હોય પરંતુ આઈપીએલમાં કેપ્ટન તરીકે તેમનો રેકોર્ડ સારો નથી. જો કે બેટ્સમેન તરીકે કોહલી સફળ જરૂર છે.
કોહલીના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તે 177 મેચ રમી ચૂક્યા છે. જેમાં 169 ઈનિંગમાં તે 4,112 બોલ રમી ચૂક્યા છે. આ દરમિયાન કોહલીએ 131.62ના સ્ટ્રાઈક રેટથી 5,412 રન બનાવ્યા છે. આઈપીએલમાં કોહલીના નામે 5 સદી અ 36 અડધી સદી છે.

2. સુરેશ રૈના
33 વર્ષના સુરેશ રૈના આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમે છે. જો કે આઈપીએલની 8મી સિઝનમાં તેમને ગુજરાત લાયન્સની કેપ્ટન્સી સોંપાઈ હતી. 2018માં રૈના ફરી ચેન્નાઈ સુપરકિંગ્સમાં પાછા ફર્યા. આઈપીએલમાં રૈનાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.
193 મેચની આઈપીએલ કરિયરમાં રૈના 3,915 બોલ રમી ચૂક્યા છે. જેમાં રૈનાનો સ્ટ્રાઈક રેટ 137.11નો રહ્યો છે. અને રૈના 5,368 રન બનાવી ચૂક્યા છે.

3. રોહિત શર્મા
આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી ખતરનાક બેટ્સમેન મનાતા રોહિત શર્મા આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરે છે. આઈપીએલમાં રોહિત શર્મા ખતરનાક બેટ્સમેન હોવાની સાથે સાથે સફળ કેપ્ટન પણ છે. તે મુંબઈને 4 વખત ટ્રોફી જીતાડી ચૂક્યા છે.
રોહિતે આઈપીએલમાં 188 મેચ રમી ચૂક્યા છે. જેમાં તે 183 ઈનિંગમાં 3,744 બોલ રમી ચૂક્યા છે. રોહિત શર્મા 130.82ના સ્ટ્રાઈક રેટથી 4,898 રન બનાવ્યા છે. આઈપીએલમાં રોહિત શર્મા 1 સદી અ 36 અડધી સદી ફટકારી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
