For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: IPLમાં અમદાવાદ સ્થિત નવી 9મી ટીમ?

બીસીસીઆઈએ સંભવતઃ આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નવી નવમી ટીમ ઉમેરવાની યોજના બનાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

આઈપીએલની ખૂબ જ પડકારજનક સિઝન પૂરી થતા બીસીસીઆઈએ સંભવતઃ આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નવી નવમી ટીમ ઉમેરવાની યોજના બનાવી દીધી છે. બધી સંભાવનાઓમાં બીસીસીઆઈની આગામી સિઝનની સંપૂર્ણ હરાજી કરશે. આઈપીએલની આવતી સિઝન લગભગ 5-6 મહિના બાદ થવાની છે. આવતી સિઝન પહેલા ખેલાડીઓની હરાજીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈના સૂત્રોની માનીએ તો આ વખતે મોટી હરાજી થઈ શકે છે આનુ કારણ એ છે કે બીસીસીઆઈ નવમી ટીમને આઈપીએલમાં શામેલ કરવા માંગે છે.

ipl

માનવામાં આવી રહ્યુ છે કે ગુજરાતની એક ટીમ આવતી સિઝનમાં આઈપીએલમાં શામેલ થઈ શકે છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને હાલમાં અમદાવાદ સ્ટેડિયમની દશા અને દિશા બદલી છે અને હવે અહીં 1,10,000 દર્શકો એક સાથે બેસીને મેચ જોઈ શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે આઈપીએલની આવતી સિઝન પહેલા બીસીસીઆઈ એક મોટી હરાજીનુ આયોજન કરી શકે છે જેમાં નવમી ટીમ શામેલ થઈ શકે છે. એક કૉર્પોરેટ જાયન્ટ અમદાવાદ સ્થિત નવી ફ્રેન્ચાઈઝી મેળવવા માટે તમામ પ્રયાસો કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 1,10,000ની રેકોર્ડ ક્ષમતાવાળા અમદાવાદ સ્ટેડિયમનુ નવીનીકરણ કરવામાં આવ્યુ છે.

તમને જણાવી દઈએ કે હાલમાં આઈપીએલમાં આઠ ટીમો છે. મુંબઈ ઈન્ડિયન્સ, કિંગ્ઝ ઈલેવન પંજાબ, રાજસ્થાન રૉયલ્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ચેન્નઈ સુપર કિંગ્ઝ, દિલ્લી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ આ આઠ ટીમો હાલમાં રમી રહી છે. આ સિઝનમાં ઘણી ટીમોએ સારા ખેલાડીની કમી અનુભવી. જેમાં મુખ્ય રીતે ચેન્નઈ સુપર કિંગ્ઝ, કોલકત્તા નાઈટ રાઈડર્સ રહી છે. માટે જો આ વખતે મોટી હરાજી થાય તો આ ટીમોને લાભ મળી શકે છે.

IPL 2020 Final: મુંબઇ ઇન્ડિયન્સે 5મી વાર જીત્યો આઇપીએલનો ખિતાબ, દિલ્હીને 5 વિકેટે હરાવ્યુIPL 2020 Final: મુંબઇ ઇન્ડિયન્સે 5મી વાર જીત્યો આઇપીએલનો ખિતાબ, દિલ્હીને 5 વિકેટે હરાવ્યુ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021: Ahmedabad based new 9th team in IPL?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X