IPL 2021 RCB vs CSK : વિરાટ અને ધોની સેના વચ્ચે જંગ, 27માંથી RCB માત્ર 9 મેચ જીત્યું છે

ચેન્નાઈએ આ સિઝનમાં 8 માંથી 6 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. RCB 8 માંથી 5 જીત સાથે ત્રીજા નંબરે છે. આ સિઝનમાં શારજાહમાં યોજાનારી આ પ્રથમ મેચ છે. શારજાહની ખાસ વાત એ છે કે, અહીં ઘણા બધા રન બને છે.

IPL 2021 : આઈપીએલના બીજા તબક્કામાં શુક્રવારે ચેન્નઈ અને બેંગ્લોરની ટીમની મેચ રમાશે. જ્યારે એમએસ ધોની અને વિરાટ કોહલીની ટીમો છેલ્લા તબક્કામાં ટકરાઈ હતી, ત્યારે મોહીની ટીમ મેચ હારી ગઈ હતી. અત્યાર સુધી બંનેમાં 27 મેચ રમાઈ છે, જેમાંથી 9 મેચ RCB અને 18 CSKએ જીતી છે.

RCB vs CSK

ચેન્નાઈએ આ સિઝનમાં 8 માંથી 6 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. RCB 8 માંથી 5 જીત સાથે ત્રીજા નંબરે છે. આ સિઝનમાં શારજાહમાં યોજાનારી આ પ્રથમ મેચ છે. શારજાહની ખાસ વાત એ છે કે, અહીં ઘણા બધા રન બને છે અને દર્શકોને ચોગ્ગા અને છગ્ગા જોવા મળે છે. આનું કારણ એ છે કે, નાનું સ્ટેડિયમ છે. આ મેદાન બોલરો માટે સમસ્યા બની રહે છે. જે કારણે બંને ટીમ બોલિંગ લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

RCB સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, શ્રીકર ભરત (wk), ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, વાનીંદુ હસરંગા, સચિન બેબી, કાયલ જેમીસન, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ.

ચેન્નાઇ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ફાફ ડુ પ્લેસીસ, ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી, સુરેશ રૈના, અબતી રાયડુ, એમએસ ધોની (C, WK), રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જોશ હેઝલવુડ.

RCB અને CSK માં રન બનાવનાર બેટ્સમેનની વાત કરીએ તો કેપ્ટન ધોનીનું બેટ RCB સામે ઘણું બોલે છે. આંકડા દર્શાવે છે કે, ધોનીએ RCB સામે 30 મેચમાં 825 રન બનાવ્યા છે. આ સાથે જ બોલિંગમાં જાડેજાનો રેકોર્ડ વધુ સારો છે. તેણે RCB સામે 23 વિકેટ લીધી છે. જો કે, કેપ્ટન કોહલીએ પણ CSK સામે 895 રન પણ બનાવ્યા છે અને તે ટીમનો સૌથી વધુ સ્કોરર છે. બીજી તરફ ચહલ CSK સામે ઘણો સારો સાબિત થયો છે. તેણે અત્યાર સુધી CSK સામે 13 વિકેટ લીધી છે.

RCB અને CSKની છેલ્લી મેચમાં મેચ એકતરફી હતી

ઉલ્લેનીય છે કે, RCB અને CSKની છેલ્લી મેચમાં મેચ એકતરફી હતી. CSK એ 191 રન બનાવ્યા હતા અને જાડેજાએ કેટલી સુંદર ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરમાં તેણે હર્ષલ પટેલની બોલિંગમાં 5 સિક્સર અને એક ફોર ફટકારી હતી. RCBની ટીમ 122 પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X