Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2021 ટૂર્નામેન્ટની તારીખ, હરાજી ક્યારે થશે અને કયા દેશમાં રમાશે?

IPL 2021 ટૂર્નામેન્ટની તારીખ, હરાજી ક્યારે થશે અને કયા દેશમાં રમાશે?

કોવિડ 19 મહામારીને પગલે આઈપીએલ 2020 શરૂ થવામાં વિલંબ થયો, 19 સપ્ટેમ્બરે આઈપીએલની 2020ની પહેલી મેચ રમાણી હતી અને 10 નવેમ્બરે ફાઈનલ રમાવવા જઈ રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ IPL 2021 શરૂ કરવાામાં વિલંબ ના કરી શકે, કેમ કે 2021માં ભારત T20 World Cupની મેજબાની પણ કરનાર છે. ત્યારે IPL 2021 Auction આયોજિત કરવાનો પણ પૂરતો સમય નથી બચ્યો.

IPL 2021

ક્યાં રમાશે IPL 2021

આઈપીએલ 2020 પૂરો થવાની તૈયારીમાં છે, 10 નવેમ્બરે આઈપીએલની ફાઈનલ મેચ રમાશે, ત્યારે આઈપીએલ 2021માં પણ હવે વધુ સમય નથી વધ્યો. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાાંગુલીએ સ્પષ્ટ કરી દીધું કે, આગામી વર્ષે આઈપીએલ માટે તેમની પ્રાથમિકતા ભારત જ રહેશે. એટલે કે IPL 2021 ભારતમાં આયોજિત થાય તેવી બીસીસીઆઈની કોશિશો રહેશે. આની સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, આઈપીએલ ટૂર્નામેન્ટ ભારત માટે છે, અમે ઈચ્છીએ છીએ કે આ ટૂર્નામેન્ટ ભારતમાં જ થાય. હજી પણ છ મહિના છે એટલે કે આઈપીએલ 2021 માર્ચ એપ્રિલથી શરૂ થઈ મે સુધી ચાલશે.

IPL 2021 Auction

IPL 2021 માટે મેગા ઑક્શન યોજાશે કે પછી મીની ઓક્શન સાથે જ જે-તે ટીમને તેમના ખેલાડીઓ સાથે ઉતારી દેવામાં આવશે તે હજી નક્કી નથી થયું. સૌરવ ગાંગુલીએ આ મામલે કહ્યું કે, 'હજી છ મહિનાનો સમય છે, પહેલાં આ સીઝન પૂરી થઈ જવા દો પછી કંઈક આયોજન કરશું.' પરંતુ જો ઑક્શન થાય તો ચેન્નઈ સુપર કિંગ્સ પોતાના કેટલાય ઘરઢા ખેલાડીઓને વિદાય આપી શકે છે અને નવા યંગ ખેલાડીઓને તેમની ટીમમાં સામેલ કરી શકે છે. જો હરાજી થાય તો કિંગ્સ ઈલેવન પંજાબ પણ ટીમમાં નવા ખેલાડીઓને ઉમેરવા ઈચ્છશે.

IPL Winners

આઈપીએલની સીઝન એકથી આઈપીએલની સીઝન 12 સુધીના તમામ વિજેતાઓની યાદી

  • 2021 TBD
  • 2020 TBD
  • 2019 Mumbai Indians
  • 2018 Chennai Super Kings
  • 2017 Mumbai Indians
  • 2016 Sunrisers Hyderabad
  • 2015 Mumbai Indians
  • 2014 Kolkata Knight Riders
  • 2013 Mumbai Indians
  • 2012 Kolkata Knight Riders
  • 2011 Chennai Super Kings
  • 2010 Chennai Super Kings
  • 2009 Deccan Chargers
  • 2008 Rajasthan Royals

આઈપીએલ 2021માં કઈ કઈ ટીમ ભાગ લેશે?

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પર પ્રતિબંધ રહ્યો તે સમયે પુણે સુપર ઝાયન્ટ્સ અને ગુજરાત લાયન્સને મોકો આપવામાં આવ્યો હતો. જો કે આ મર્યાદિત સમય માટે જ હતું. જે બાદ બંને ટીમને આઈપીએલમાં રમવા દેવાની માંગ પણ ઉઠી હતી અને એવી પણ ચર્ચા હતી કે બોર્ડ સમક્ષ આ મુદ્દે બેઠક કરવામા ંઆવશે, પરંતુ આ મામલે હજી સુધી કંઈ નિર્ણય લેવાયો નથી ત્યારે આઈપીએલ 2021 પણ આઠ ટીમ સાથે જ રમાશે જેમાં કિંગ્સ ઈલેવન પંજાબ, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X