Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2022 GT vs PBKS: લિવિંગસ્ટનની આક્રમક બેટીંગ, ગુજરાતને મળ્યુ 190 રનનુ લક્ષ્ય

આઇપીએલ 2022ની 16મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગસ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હાર્દિક પાંડ્યાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં

આઇપીએલ 2022ની 16મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગસ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હાર્દિક પાંડ્યાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા હતા. ગુજરાતે જીતની લય જાળવી રાખવા માટે 190 રન બનાવવાના રહેશે.

IPL 2022

પ્રથમ બેટીંગ કરતા પંજાબે બીજી ઓવરમાં જ પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ધવન 35 (30)રન તથા લિવિંગસ્ટ 64(27)ને બાજી સંભાળી હતી. લિવિંગસ્ટનના આઉટ થતા જ પંજાબના ખેમામાં ધબડકો થયો હતો અને 20 ઓવર સુધીમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી.

ગુજરાત તરફથી બોલિંગ કરતા રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત દર્શન નલકાંડે 2 વિકેટ, શમી-હાર્દિક પંડ્યા-ફર્ગ્યુસને 1-1-1 વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનિય છેકે ગુજરાત ટાઇટન્સે અત્યારસુધી 2 મેચ રમી છે અને બન્ને મેચમાં જીત હાંસલ કરી છે. પંજાબ કિંગ્સે ટોટલ 3 મેચ રમી છે જેમાં એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોઇન્ટ ટેબલની વાત કરીયે તો ગુજરાત માત્ર 2 મેચ રમીને પણ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે પંજાબ 3 મેચ સાછે ટેબલ પર 5માં સ્થાને છે.

ગુજરાતની પ્લેઇંગ 11: મેથ્યુ વેડ, શુભમન ગીલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવાટીયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફરગ્યુશન, દર્શન નલકાંડે

પંજાબ કિંગ્સની પ્લેઇંગ 11: મયંક અગ્રવાલ, શિખર ધવન, લીયમ લિવિંગસ્ટન, જોની બેરીસ્ટો, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, ઓડીન સ્મિથ, કગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X