IPL 2022 GT vs PBKS: હાર્દિક પાંડ્યાએ જીત્યો ટોસ, ટાર્ગેટ ચેઝ કરશે ગુજરાત
આઇપીએલ 2022ની 16મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગસ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હાર્દિક પાંડ્યાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે ગુજરાત પોતાની જીતની લય જાળવી ર
આઇપીએલ 2022ની 16મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગસ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે ગુજરાત પોતાની જીતની લય જાળવી રાખી ટેબલ ટોપ કરવાની કોશિશ કરશે જ્યારે પંજાબ પોતાની છેલ્લી હાર બાદ પોતાનું મનોબળ વધારવા આ મેચ જીતવા ઉતરશે.

ઉલ્લેખનિય છેકે ગુજરાત ટાઇટન્સે અત્યારસુધી 2 મેચ રમી છે અને બન્ને મેચમાં જીત હાંસલ કરી છે. પંજાબ કિંગ્સે ટોટલ 3 મેચ રમી છે જેમાં એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોઇન્ટ ટેબલની વાત કરીયે તો ગુજરાત માત્ર 2 મેચ રમીને પણ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે પંજાબ 3 મેચ સાછે ટેબલ પર 5માં સ્થાને છે.
ગુજરાતની પ્લેઇંગ 11: મેથ્યુ વેડ, શુભમન ગીલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવાટીયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફરગ્યુશન, દર્શન નવકાંડે
પંજાબ કિંગ્સની પ્લેઇંગ 11: મયંક અગ્રવાલ, શિખર ધવન, લીયમ લિવિંગસ્ટન, જોની બેરીસ્ટો, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, ઓડીન સ્મિથ, કગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ












Click it and Unblock the Notifications
