For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2022: ગુજરાત ટાઈટન્સ પર થયો પૈસાનો વરસાદ, આ ખેલાડી એકલા લઈ ગયા 6 અવૉર્ડ

ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2022નો ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. જાણો કોને કેટલા પૈસા મળ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2022નો ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતની આ પહેલી સિઝન હતી અને તેણે શરુઆતની લીગ મેચોમાં જ ટોપમાં રહીને ફાઈનલમાં રાજસ્થાન રૉયલ્સને 7 વિકેટથી હરાવીને ટ્રૉફી પર કબ્જો કરી લીધો. વળી, રાજસ્થાન પાસે 2008 બાદ એક વાર ફરીથી બીજી વાર ટ્રૉફી જીતવાનો મોકો હતો પરંતુ તે ચૂકી ગયા. રાજસ્થાન ભલે હારી ગઈ પરંતુ તેને પણ ઈનામ તરીકે મોટી રકમ મળી. રાજસ્થાને પહેલા બેટિંગ કરીને 130 રન બનાવ્યા હતા પરંતુ ગુજરાત ખૂબ સરળતાથી 7 વિકેટે 11 બોલ બાકી હતા અને મેચ પોતાના નામે કરીને ઈતિહાસ રચી દીધો.

ગુજરાત ટાઈટન્સ પર થયો પૈસાનો વરસાદ

ગુજરાત ટાઈટન્સ પર થયો પૈસાનો વરસાદ

નવી ટીમ ગુજરાત પર પૈસાનો વરસાદ થયો. તેને ઈનામ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટોપ પર હતુ. તેઓ 14 લીગ મેચોમાં 10 જીત સાથે પ્લેઓફમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેઓ ક્વોલિફાયર-1માં રાજસ્થાનને હરાવી ફાઇનલમાં પહોંચ્યા હતા. બીજી તરફ રાજસ્થાનને 13 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે ત્રીજા ક્રમે રહેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 કરોડ અને ચોથા ક્રમની લખનઉ સુપર જાયન્ટ્સને 6.5 કરોડ રૂપિયા મળ્યા.

કયા ખેલાડીને કયો અવૉર્ડ મળ્યો?

કયા ખેલાડીને કયો અવૉર્ડ મળ્યો?

  • યુઝવેન્દ્ર ચહલ - પર્પલ કેપ
  • દિનેશ કાર્તિક - સુપર સ્ટ્રાઈકર ઑફ ધ સિઝન
  • જોસ બટલર - ક્રેક ઈટ સક્સેસ ઓફ ધ સિઝન
  • ઉમરાન મલિક - ઈમરજિંગ પ્લેયર ઑફ ધ સિઝન
  • લોકી ફર્ગ્યુસન - ફાસ્ટેસ્ટ ડિલીવરી ઑફ ધ સિઝન
  • ઈવિન લુઈસ - કેચ ઓફ ધ સિઝન
આ એકલા લઈ ગયા 6 અવૉર્ડ

આ એકલા લઈ ગયા 6 અવૉર્ડ

  • જોસ બટલર - ઑરેન્જ કેપ
  • જોસ બટલર - ઑન-ધ ગો 4s ઑફ ધ સિઝન
  • જોસ બટલર - પાવર પ્લેયર ઑફ ધ સિઝન
  • જોસ બટલર - ઑન-ધ-ગો 4s ઑફ ધ સિઝન
  • જોસ બટલર - મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઑફ ધ સિઝન
  • જોસ બટલર - ગેમ ચેંજર ઑફ ધ સિઝન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022 prize money and full awards list, read here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X