For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RCBની સેના સામે ટકરાશે ધોનીના ધુરંધર, પ્લેઈંગ ઈલેવનથી બહાર થઈ શકે આ ખેલાડી

RCBની સેના સામે ટકરાશે ધોનીના ધુરંધર, પ્લેઈંગ ઈલેવનથી બહાર થઈ શકે આ ખેલાડી

|
Google Oneindia Gujarati News

મહેન્દ્ર સિંહ ધોની પોતાની જાદૂઈ ઈનિંગ માટે ફેમસ છે. તેમણે પોતાના દમ પર ચેન્નઈ સુપર કિંગ્સને કેટલાય મેચ જીતવ્યા છે. આજે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. મેચ જીતવા માટે ધોની સીએસકે ટીમમાં કેટલાય મોટા બદલાવ કરી શકે છે.

rcb vs csk

બોલિંગમાં બદલાવ થઈ શકે

ચેન્નઈ સુપર કિંગ્સે અત્યાર સુધી 9 મેચ રમ્યા છે અને તેમના એકેય બોલરની ઈકોનોમી 7.50 પ્રતિ ઓવરથી ઓછી નથી રહી. મહેશ તીક્ષણાએ 7.54ની ઈકોનોમીથી બોલિંગ કરી, જ્યારે ડ્વેન બ્રાવો અને મુકેશ ચૌધરીની ઈકોનોમી 8.73 અને 9.28ની રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સીએસકેની ટીમે જીત તો નોંધાવી છે પરંતુ આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના બોલર સિમરજીત સિંહએ બહુ ખરાબ બોલિંગ કરી. તેમણે પોતાની 2 ઓવરના કોટામાં 24 રન લૂંટાવ્યા. એવામાં મહેન્દ્ર સિંહ ધોની તેમને બહારનો રસ્તો દેખાડી શકે છે.

જાડેજાનું ખરાબ ફોર્મ

મહેન્દ્ર સિંહ ધોનીએ સીએસકેની કમાન સંભાળતાં જ ટીમને જીત મળી છે ત્યારે જોવાનું રહેશે કે શું ધોની જીતનો લય યથાવત રાખી શકે છે કે કેમ. ખરાબ ફોર્મથી પરેશાન રવિન્દ્ર જાડેજાએ કપ્તાની છોડ્યા બાદ ધોનીને ફરી કમાન સોંપવામાં આવી, જે બાદ સીએસકેએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું. બેટ્સમેનોમાં ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ પોતાનો લય યથાવત રાખવો પડશે.

બેંગ્લોરની બેટિંગ કમજોર

નવ મેચ બાદ આરસીબી દસ અંક સાથે પાંચમા સ્થાને છે, જો કે બેંગ્લોરે સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઈટન્સ સામે મેચમાં કોહલીએ 53 બોલમાં 58 રન બનાવ્યા, બપરંતુ તેમની ટીમ 170 રન જ બનાવી શકી જે બેટ્સમેનોની મદદગાર પિચ પર ઓછો સ્કોર હતો. કોહલીએ દસ મેચમાં 186 રન અને કપ્તાન ફાફ ડુ પ્લેસિસે નવ મેચમાં 278 રન બનાવ્યા છે. બંને પોતાના ચિર પરિચિત ફોર્મમાં નથી. કોહલીએ 58 રન બનાવવામાં નવ ઓવર લીધી છે, જેનાથી તેમની ટીમ મોટો સ્કોર બનાવવાથી ચૂકી ગઈ.

દિનેશ કાર્તિકે કર્યો કમાલ

દિનેશ કાર્તિક (દસ મેચમાં 218 રન) અને ગ્લેન મેક્સવેલ (સાત મેચમાં 157 રન)ને વધુ પ્રયાસ કરવા પડશે. હવે તેમનો સામનો કમજોર બોલિંગ આક્રમણ સામે છે. ચેન્નઈના ચૌધરી અથવા સિમરજીત સિંહ પાસે અનુભવ નથી જ્યારે અનુભવી જાડેજા બહુ ખરાબ ફોર્મમાં છે.

બંને ટીમની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, શાહબાજ અહમદ, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેજલવુડ, મોહમ્મદ સિરાજ.

ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, ડેવોન કોનવે, અંબાતી રાયડૂ, રાજવર્ધન હંગરેકર, રવીંદ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની, મિશેલ સેંટનર, ડ્વેન પ્રિયોરિયસ, મહેશ થીક્ષાણા, મુકેશ ચૌધરી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022: RCB vs CSK probable playing xi, match preview and player records
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X