
IPL 2022 : ધોનીના આ ઘાતક બોલરે રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનારો બન્યો પ્રથમ ખેલાડી
IPL 2022 : IPLની 7મી મેચ ગુરુવારના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. લખનઉએ આ મેચ જીતી, IPLમાં આ ટીમની પ્રથમ જીત હતી. આ મેચમાં પ્રશંસકોનું ભરપૂર મનોરંજન હતું અને ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ પણ જોવા મળી હતી. આ મેચમાં ધોનીના એક સ્ટાર ઓલરાઉન્ડરે પણ આઈપીએલનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો અને કંઈક એવું કર્યું જે આજથી પહેલા આઈપીએલમાં કોઈએ કર્યું ન હતું.

આ ઘાતક બોલરે ઈતિહાસ રચ્યો
વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર અને ધોનીના સૌથી ભરોસાપાત્ર ખેલાડી ડ્વેન બ્રાવોએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે.
38 વર્ષીય બ્રાવોIPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. લખનઉ સામે રમાયેલી મેચમાં દીપક હુડ્ડા આઉટ થતાની સાથે જ તેમણે આ સિદ્ધિ મેળવી હતી.
વેસ્ટ ઈન્ડિઝનાઆ અનુભવી ખેલાડીએ આ સમયગાળા દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાને પાછળ છોડી દીધો હતો. જોકે, આ મેચમાં ચેન્નાઈની ટીમ200થી વધુ સ્કોર કરવા છતાં હારી ગઈ હતી.

બ્રાવોએ મલિંગાને પાછળ છોડ્યો
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની આ મેચમાં બ્રાવોએ ચાર ઓવરમાં 35 રન આપ્યા અને એક વિકેટ લીધી હતી. આ દરમિયાન બ્રાવોએ મલિંગાના 170 IPL વિકેટનોરેકોર્ડ તોડ્યો હતો.
બ્રાવોએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 153 મેચ રમી છે અને આ દરમિયાન તેણે 493.3 ઓવર ફેંકી છે. જમણા હાથના બ્રાવોના નામે 153 IPLમેચોમાં કુલ 171 વિકેટ છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 22 રનમાં ચાર વિકેટ રહ્યું છે.
આઈપીએલમાં બ્રાવોએ 8.34ની ઈકોનોમી સાથે રન આપ્યા છે. બીજી તરફ લસિથમલિંગાએ 122 મેચમાં 170 વિકેટ લીધી હતી.

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- બોલર મેચ વિકેટ
- ડ્વેન બ્રાવો 153 171
- લસિથ મલિંગા 122 170
- અમિત મિશ્રા 154 166
- પિયુષ ચાવલા 165 157
- હરભજન સિંહ 163 150

CSKની સતત બીજી હાર
IPL 2022ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી ખરાબ રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવીને વર્તમાનસિઝનની તેમની પ્રથમ જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં સાત વિકેટે 210 રન બનાવ્યા હતા.
ચેન્નાઈએ આપેલા 211 રનના લક્ષ્યાંકનોપીછો કરવા ઉતરેલી સુપર જાયન્ટ્સની ટીમે 3 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. આ અગાઉ CSKને KKR દ્વારા હરાવ્યું હતું.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો