IPL Final Reserve Day: આઈપીએલ ફાઈનલના રિઝર્વ ડેમાં કેવુ રહેશે અમદાવાદનુ હવામાન, જાણો અહીં

IPL FINAL, Reserve Day weather report: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આઈપીએલ ફાઈનલ મેચમાં વરસાદ અંગેની આગાહી સાચી સાબિત થઈ. મુશળધાર વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી ન હતી. મેચ રદ કરીને, તેને રિઝર્વ ડે પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સોમવારે મેચની શરૂઆત એ જ સમયે ટોસથી થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગે ટોસ થશે. આ પછી મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે. રવિવારે મેચ જોવા આવેલા પ્રશંસકો એ જ ટિકિટ સાથે એન્ટ્રી ક્રોસ કરી શકશે.

narendra modi stadium

મેચમાં ભારે વરસાદના કારણે અમ્પાયરોએ લગભગ 11 વાગ્યા સુધી રાહ જોઈ હતી. આ પછી, જો આશા ન દેખાતા મેચ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઈનલ મેચ રિઝર્વ ડે પર યોજાવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો.

CSK vs GT ફાઇનલ, રિઝર્વ ડે પર કેવુ રહેશે હવામાન

ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની ફાઈનલ પહેલા વરસાદની 60 ટકા સંભાવના મુજબ જ થયુ. વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. સોમવારનો મામલો અલગ અને વધુ સારો છે. રિઝર્વ ડે પર વરસાદની માત્ર 3 ટકા શક્યતા રહેશે. જોકે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે નહીં. મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે.

જો કે કેટલાક હવામાન નિષ્ણાતોએ સોમવારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ રવિવાર જેવી કોઈ આગાહી નથી. વરસાદના કારણે મેચ ન રમાય તેવી કોઈ શક્યતા નથી. જો વરસાદ પડે તો પણ મેચ બગડવાની નથી. આ રાહતની વાત કહી શકાય.

ચેન્નાઈ અને ગુજરાતના ચાહકો મોટી આશાઓ સાથે રવિવારની ટક્કર જોવા ગયા હતા પરંતુ વરસાદે પાણી ફેરવી નાખ્યુ હતુ. જમીન પર પણ પાણી ફરી વળ્યા હતા. આ જોઈને અમ્પાયરોએ કટ ઓફ ટાઈમ પહેલા મેચ રદ્દ કરવાની જાહેરાત કરી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X