IPL 2023 CSK vs SRH: કોન્વેનો ચાલ્યો બલ્લો, ચેન્નાઇની આસાન જીત
આજે IPL 2023 સિઝનની 29મી મેચ છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને હતી. હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ ચેન્નાઇ સુપર કિંગ્સે 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 138 રન બનાવી લીધા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી ડ્વેન કોન્વેએ 57 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. આ સાથે ઋતુરાજ ગાયકવાડે 30 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ જીત સાથે ચેન્નાઇએ પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે.
હૈદરાબાદના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુકનો બલ્લો ચાલ્યો ન હતો. બ્રુકે 13 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ સાથે અભિષેક શર્માએ 26 બોલમાં 34 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 21 બોલમાં 21 રન બનાવ્યા હતા.
ચેન્નાઇના બોલરોએ સારી બોલિંગ કરી હતી. ચેન્નાઇના બોલર રવિન્દ્ર જાડેજાએ 4 ઓવર નાખી 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મથિશા પથિરાણાએ 1, મહિશ તિક્ષણાએ 1 તથા આકાશ સિંહે 1 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીએ 3 રન આઉટ કર્યા હતા.












Click it and Unblock the Notifications
