IPL 2023: ધવન-પ્રભસિમરનનો ચાલ્યો બલ્લો, રાજસ્થાનને 198 રનનુ લક્ષ્ય મળ્યુ

IPL 2023માં આજે 8મી મેચ રમાશે, જેમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને થશે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટીં કરતા 20 ઓવરમાં 197 રન બનાવ્યા હતા. રાજસ્થાને જીતવા માટે 20 ઓવરમાં 198 રન બનાવવાના રહેશે.

IPL 2023

પંજાબ તરફથી ઓપનિંગ કરતા પ્રભસિમરન સિંહે 34 બોલમાં 3 સિક્સ અને 7 ચોગ્ગા મારી 60 રન બનાવ્યા હતા. શિખર ધવને કપ્તાની પારી રમી હતી, તેમણે 56 બોલમાં 3 સિક્સ અને 9 ચોગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા.

IPL 2023માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ બંનેની આ બીજી મેચ હશે. આ પહેલા આ બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે. એટલે કે જે આજે હારશે તેની આ સિઝનમાં પ્રથમ હાર થશે. રાજસ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું જ્યારે પંજાબે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું. IPLના ઈતિહાસમાં આ બંને વચ્ચેની આ 25મી ટક્કર હશે. અગાઉના 24 મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ 14 જીત સાથે ટોચ પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X