IPL 2023: ગુજરાતની સારી શરૂઆત, 11 ઓવરમાં 100 રન કર્યા પુરા
IPL 2023ની ફાઇનલમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરી રહી છે. આજે ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 11 ઓવરમાં 100 રન બનાવ્યા હતા.

ગુજરાતે સારી શરૂઆત કરી હતી. ગિલના 39 રન બનાવી આઉટ થયા બાદ રિદ્ધિમાન સાહાએ 35 બોલમાં 48 તથા સાંઇ સુદર્શને 18 રન બનાવ્યા હતા. હવે આ સાહા અને સુદર્શનની સારી સારી પાર્ટનરશિપ જોવા મળી રહી છે. ચેન્નાઇ વિકેટ લેવાનુ વિચારશે. ઉલ્લેખનિય છેકે ગુજરાતનો આ રનરેટ સાથે સ્કોર 185 આસપાસ પહોંચી શકે છે.
શુભમન ગિલના 2 કેચ છુટ્યા બાદ વધુ લકી રહી શક્યા ન હતા. રવિન્દ્ર જાડેજાની ઓવરમાં શુભમન ગિલ આગળ આવીને શોટ ફટકારવાની કોશિશ કરી હતી. બોલ મિસ કરતા એમએસ ધોનીએ પોતાનો ચાંસ લીધો હતો અને ગિલને સ્ટમ્પિંગ આઉટ કરી દીધો હતો.
શુભમન ગિલે 20 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. પોતાની વિકેટ ગુમાવ્યા બાદ ગિલ નિરાશ થઇને પેવેલિયનમાં જતો જોવા મળ્યો હતો. આ સાથે ચેન્નાઇ સુપર કિંગ્સના ખેમામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના કિ પ્લેયર ગિલ આઉટ થઇ ગયો હતો.












Click it and Unblock the Notifications
