'હારવાનુ હોય તો, ધોનીથી જ હારવાનુ પસંદ કરતો', IPL 2023 ફાઈનલ ગુમાવ્યા બાદ હાર્દિકે માહીને ગણાવ્યા 'બેસ્ટ'
IPL 2023 Final Hardik Pandya: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે IPLમાં પાંચમી વખત ટાઇટલ જીતીને સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ગુજરાત ટાઇટન્સ (GT)નું સપનું તોડી નાખ્યું. કોઈપણ રીતે, આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ટીમ એવું નથી કરી શકી કે તે પહેલી વખત આઈપીએલ જીતે અને સતત બીજી વખત પણ ચેમ્પિયન બને.
29મી મેની રાતે ગુજરાત ટાઇટન્સને હારનો સામનો કરવો પડ્યો જ્યારે વરસાદ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીને રોકી શક્યો ન હતો. CSK ટીમે રેકોર્ડ પાંચમી વખત IPLનું આ ટાઈટલ કબજે કર્યુ છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરી હતી કારણ કે ધોનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ગુજરાતની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈની ટીમે વરસાદથી પ્રભાવિત મેચમાં 15 ઓવરની મેચ રમી અને 15 ઓવરમાં ટાર્ગેટ પૂરો કર્યો. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ ધોની પર ખુશી વ્યક્ત કરી છે. હાર્દિક કહે છે કે તે દિલથી રમ્યો છે અને તેને તેની ટીમ પર ખૂબ ગર્વ છે.
જે ખેલાડીઓ તેમની છેલ્લી સિઝન રમતા હોય તેમના માટે આઈપીએલ ફાઈનલ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હોય છે અને ધોની વિશે આ પ્રકારની વાતો છેલ્લા 1-2 સિઝનથી સતત થઈ રહી છે. ગઈકાલે ધોનીની આંખોમાં આંસુ હતા. પરંતુ તેઓ જીતી ગયા છે અને કદાચ તેઓ ચાહકોને ભેટ આપવા માટે આગામી સિઝનમાં ફરી પાછા આવવા માંગશે.
હાર્દિકે મેચ બાદ કહ્યુ, "અમારો મંત્ર છે, અમે સાથે રમીશું, સાથે હારીશું. હું કોઈ બહાનું બનાવવા માંગતો નથી, ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર ક્રિકેટ રમી હતી. સાઈ સુદર્શને સારી બેટિંગ કરી હતી અને આ સ્તરે રમવું સરળ નથી. અમે આ ખેલાડીઓને સમર્થન આપવાનું ચાલુ રાખીશું અને તેમાંથી શ્રેષ્ઠ મેળવવાના રસ્તાઓ શોધીશું. મોહિત, રાશિદ, શમી અને તમામ ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યુ છે તે પ્રશંસનીય છે."
હાર્દિકે મહેન્દ્ર સિંહ ધોની પર કહ્યું, "પરંતુ આજની સફળતા CSKની સફળતા છે. હું ધોની માટે ખૂબ જ ખુશ છું. ભાગ્યએ તેમના માટે આ જ લખ્યું હતું. જો મારે હાર પસંદ કરવી હોય તો હું ધોની સામે હારવાનુ પસંદ કરીશ. સારા લોકો સાથે સારી વસ્તુઓ થાય છે અને તે સૌથી સારા લોકોમાંના એક છે. ભગવાન મારા પર પણ મહેરબાન રહ્યા પરંતુ આજની રાત ધોનીની રાત હતી."
આ હાર બાદ હાર્દિકે ટ્વીટ કર્યું - અમે મક્કમ રહ્યા. આ ટીમ પર ગર્વ છે.
We stand tall with our heads held high. Proud of this team, we gave it our all. @gujarat_titans pic.twitter.com/oLi0ur5mlj
— hardik pandya (@hardikpandya7) May 29, 2023












Click it and Unblock the Notifications
