IPL 2023 PBKS vs MI: કિશન-સુર્યકુમારની ફિફ્ટી, મુંબઇની 6 વિકેટે જીત, તિલક વર્માએ માર્યો વિનિંગ શોટ
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડબલ હેડરની બીજી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સે 18.5 ઓવરમાં 216 રન બનાવી મેચ જીતી લીધી હતી.
કેપ્ટન રોહિત શર્માએ 0 રનમાં પોતાની વિકેટ ગુમાવ્યા બાદ ઇશાન કિશન-કેમરોન ગ્રીને બાજી સંભાળી હતી. ઇશાન કિશને 41 બોલમાં 75 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે કેમરોન ગ્રીન 23 રન બનાવી આઉટ થયો હતો.

મુંબઇના સ્ટેર ખેલાડી મિસ્ટર 360 ડિગ્રીનુ પણ આજે બેટ બોલ્યુ હતુ. સુર્યકુમાર યાદવે 31 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. જે બાદ ટીમ ડેવિડે 19 રન તથા વિનિંગ શોટ મારનાર તિલક વર્માએ 10 બોલમાં 26 રન બનાવી મુંબઇને મેચ જીતાડી હતી.
પંજાબના બોલર અર્શદીપ સિંહ સૌથી મોંઘો સાબીત થયો હતો. અર્શદીપે 4 ઓવરમાં 66 રન આપી 1 વિકેટ લીધી હતી. આ ઉપરાંત નથન એલિસે 34 રન આપી 2 વિકેટ લીધી હતી જ્યારે રિષિ ધવનને પણ 1 સફળતા મળી હતી.
પંજાબના કેપ્ટન શિખર ધવને 30 રન બનાવ્યા હતા. આ સાથે એમ શોર્ટ(27), લિયમ લિવિંગસ્ટનને 42 બોલમાં 82 રન તથા જીતેશ શર્માએ 27 બોલમાં 49 રન બનાવ્યા હતા.
આ સાથે મુંબઇના બોલરોમાં પિયુષ ચાલવાએ 2 વિકેટ લીધી હતી અર્શદ ખાને 4 ઓવરમાં 48 રન આપી 1 વિકેટ ઝડપી હતી. મુંબઇના બોલરોમાં જોફ્રા આર્ચર સૌથી મોંઘો સાબિત થયો હતો. આર્ચરે 4 ઓવરમાં 56 રન આપ્યા હતા.












Click it and Unblock the Notifications
