IPL 2023 KKR vs LSG: કોલકાતાએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય
આજે IPLમાં બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાવા જઇ રહી છે. કોલકાતાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ પ્રથમ બેટિંગ કરી મોટુ ટાર્ગેટ સેટ કરવા માટે ઉતરશે.

કોલકાતાની ટીમ લગભગ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેની છેલ્લી મેચ મોટા માર્જિનથી જીતીને પ્લેઓફની બાકીની આશા જીવંત રાખવા ઈચ્છશે. તે જ સમયે, લખનૌની ટીમ આ મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માંગશે.
લખનૌની ટીમે 13માંથી સાત મેચ જીતી છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. લખનૌ પોઈન્ટ ટેબલમાં 15 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ મેચ જીતીને લખનૌની ટીમ પણ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માંગશે. તે જ સમયે, હારવા પર, આ ટીમ પ્રાર્થના કરશે કે મુંબઈ અથવા આરસીબી તેમની છેલ્લી મેચ હારી જાય.












Click it and Unblock the Notifications
