IPL 2023 KKR vs SRH: બેટીંગ બાદ બોલરોની કમાલ, કોલકાતાને 205 રન પર રોક્યુ, હૈદરાબાદની જીત
સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલની 16મી સીઝનનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. હૈદરાબાદે 20 ઓવરમાં ચાર વિકેટે 228 રન બનાવ્યા હતા. KKR આ રન ચેઝ કરી શક્યું ન હતુ. કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 205 રન બનાવ્યા હતા. આ સાથે હૈદરાબાદે જીતની શરૂઆત કરી છે.

કોલકાતાના બેટ્સમેનોએ હૈદરાબાદના બોલરો સામે સ્ટ્રગલ કર્યુ હતુ. કોલકાતા તરફથી 41 બોલમાં 6 સિક્સ અને 5 ચોગ્ગા સાથે 75 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રિંકુ સિંહે 31 બોલમાં 4 સિક્સ અને 4 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા.
KKR અને હૈદરાબાદની મેચ દરમિયાન Jio સિનેમા એપ પર કેટલીક સમસ્યાઓ જોવા મળી હતી. IPLની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ Jioના OTT પ્લેટફોર્મ jio Cinema પર કરવામાં આવી રહ્યું છે. પરંતુ પહેલીવાર Jioના સ્ટ્રીમિંગમાં સમસ્યા આવી છે.
Jio સિનેમા દ્વારા મેચ જોઈ રહેલા ચાહકો સોશિયલ મીડિયા પર સતત સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે. ઓનલાઈન સ્ટ્રીમિંગ દરમિયાન ભારતીય દર્શકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આના પર દર્શનને ગુસ્સો આવ્યો અને jio સિનેમા ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગી.
જિયોના મીમ્સ પણ સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યા છે. સર્વર ડાઉન હોવાના કારણે લાંબા સમય સુધી ચાહકો મેચનો આનંદ માણી શક્યા ન હતા. Jio ને ટેગ કરતા એક ચાહકે લખ્યું કે આ ફ્રી અફેર નકામું છે. આ સિવાય ઘણા ચાહકો આના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
