IPL 2023 LSG vs CSK: ચેન્નાઇનુ ખાતુ ખુલ્યુ, લખનૌની હાર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની છઠ્ઠી મેચ રમાઈ રહી છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઇ હતી. ચેન્નાઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 217 રન બનાવ્યા હતા. આ રનનો પીછો કરતા લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 205 રન બનાવ્યા હતા. આ સાથે ચેન્નાઇની 12 રને જીત થઇ હતી.

લખનૌએ પાવરપ્લેમાં સારી શરૂઆત કરી હતી. કાયલ મેયર્સ અને કેએલ રાહુલની ઓપનિંગ જોડીએ લખનૌને સારી શરૂઆત આપી હતી. કાયલ મેયર્સે 22 બોલમાં 53 રન બનાવ્યા હતા તથા કેએલ રાહુલે 18 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ચેન્નાઇ તરફથી બોલિંગ કરતા મોઇન અલીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.












Click it and Unblock the Notifications
