IPL 2023 LSG vs CSK: ઋતુરાજ ગાયકવાડની તોફાની ફિફ્ટી, જાણો તેમના આંકડા
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓપનર રુતુરાજ ગાયકવાડે સોમવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છઠ્ઠી મેચમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. આ તેની આઈપીએલ કારકિર્દીની 12મી અડધી સદી હતી અને તેણે 25 બોલમાં તેને પૂરી કરી હતી. ગાયકવાડે મેચની શરૂઆતથી જ ઝડપી બેટિંગ કરીને બોલરો પર દબાણ બનાવ્યું હતું.
ગાયકવાડે ટીમને શાનદાર શરૂઆત અપાવવામાં અને વિશાળ સ્કોરનો પાયો નાખવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ઈનિંગમાં 183.87ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા તેણે 31 બોલમાં શાનદાર 57 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 4 સિક્સ પણ ફટકારી હતી.

ગાયકવાડે સાથી ખેલાડી ડેવોન કોનવે સાથે પ્રથમ વિકેટ માટે 56 બોલમાં 110 રનની મહત્વપૂર્ણ ભાગીદારી રમીને ટીમને મજબૂત બનાવી હતી.
ગાયકવાડનુ આઈપીએલ કરિયર
ઋતુરાજ ગાયકવાડે 2020 થી 2023 દરમિયાન IPLમાં 38 મેચ રમી છે. તેણે 38 ઇનિંગ્સમાં 39.88ની એવરેજ અને 134.65ની સ્ટ્રાઇક રેટથી 1,356 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 101* છે અને 1 સદી સિવાય તેણે 12 અડધી સદી પણ ફટકારી છે. ગાયકવાડ IPLમાં CSK માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં 9માં ક્રમે છે.












Click it and Unblock the Notifications
