IPL 2023 LSG vs MI: આકાશ માધવાલની 5 વિકેટ, લખનૌ ઓલ આઉટ, મુંબઇની થઇ જીત
IPL 2023 ની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઇએ 8 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌ 16.3 ઓવરમાં 101 રન બનાવી ઓલ આઉટ થઇ ગયુ હતુ. આ સાથે મુંબઇની 81 રનથી જીત થઇ હતી.

લખનૌના બેટ્સમેન મુંબઇના બોલરો સામે સ્ટ્રગલ કરતા જોવા મળ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ સાથે કાયલ મેયર્સે 18 અને દીપક હુડાએ 15 રન બનાવ્યા હતા. બાકીના લખનૌના બેટ્સમેન 10ના સ્કોર સુધી પહોંચવામાં પણ સફળ રહ્યા ન હતા.
આ સાથે મુંબઇની બોલિંગની વાત કરીયે તો આકાશ માધવાલ તોફાન બનીને લખનૌ પર તુટ્યો હતો. માધવાલે 3.3 ઓવરમાં 5 રન આપી 5 વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત ક્રિસ જોર્ડન અને પિયુષ ચાવલાને 1-1 વિકેટ મળી હતી.
આ જીત સાથે હવે મુંબઇ ક્વોલિફાયર 2માં પહોંચી ગયુ છે. જ્યા મુંબઇનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ રાઉન્ડ જીતનાર ટીમ ચેન્નાઇ સામે ફાઇનલ મેચ રમશે.
મુબઇના ઓપનર રોહિત શર્મા અને ઇશાન કિશન આજે પણ ચાલ્યા ન હતા. રોહિત 11 રન તથા કિશન 15 રન બનાવી આઉટ થઇ ગયા હતો. કેમરોન ગ્રીને41 રન બનાવ્યા હતા તથા સુર્યકુમાર યાદવ 33 રન બનાવી આઉટ થયો હતો.
તિલક વર્માએ પણ 26 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ડેવિડ 13 રન બનાવી શક્યો હતો. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નેહલ વઢેરાએ 23 રન બનાવ્યા હતા જ્યારે ક્રિસ જોર્ડને પણ 4 રન બનાવ્યા હતા.
લખનૌની બેટિંગની વાત કરીયે તો નવીન ઉલ હકે 4 ઓવરમાં 38 રન આપી 4 વિકેટ ઝડપી હતી. યશ ઠાકુર પણ 4 ઓવરમાં 34 રન આપી 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત મોહસિન ખાનને 1 વિકેટ મળી હતી. રવિ બિશ્નોઇ, કૃણાલ પંડ્યા તથા ક્રિષ્નાપ્પા ગૌતમ એક પણ વિકેટ લઇ શક્યા ન હતા.












Click it and Unblock the Notifications
