IPL 2023 MI vs LSG: ઇશાન કિશનની ફિફ્ટી એળે ગઇ, લખનૌની 5 રને જીત
IPL 2023માં આજે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ રહી છે. એક તરફ રોહિતનું મુંબઈ અને બીજી બાજુ પંડ્યાનું લખનૌ છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટસે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 172 રન જ બનાવી શક્યું હતુ.

મુંબઇ ઇન્ડિયન્સના ઓપનર રોહિત શર્મા અને ઇશાન કિશને સારી શરૂઆત કરી હતી. ઇશાન કિશને 39 બોલમાં 59 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 25 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. આ સાથે સુર્યકુમાર યાદવ ફ્લોપ રહ્યો હતો. ટીમ ડેવિડે 19 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી.
લખનૌના બોલરોની વાત કરીયે તો યશ ઠાકુર અને રવિ બિશ્નોઇને 2-2 વિકેટ મળી હતી. જ્યારે મોહસિન ખાનને 1 વિકેટ મળી હતી. આ સાથે લખનૌ પોઇન્ટ ટેબલ પર ઉપર આવ્યુ છે.
શરૂઆતમાં જ 3 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઇનિસે કમાન સંભાળી હતી. કૃણાલ પંડ્યા 49 રન બનાવી ઘાયલ તથા રિટાયર્ડ હર્ટ થયા હતા. માર્કસ સ્ટોઇનિસે 47 બોલમાં 89 રન બનાવી અણનમ રહ્યાં હતા. સ્ટોઇનિસે 8 સિક્સ અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત નિકોલસ પુરને 8 બોલમાં 8 રન બનાવી અણનમ ઇનિંગ રમી હતી.
મુંબઇના બોલર જેસન બેહરનડોફે 4 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત પિયુષ ચાવલાને પણ 1 વિકેટ મળી હતી. ક્રિસ જોર્ડન મુંબઇ માટે મોંઘા સાબિત થયા હતા. તેમણે 4 ઓવરમાં 50 રન આપ્યા હતા.












Click it and Unblock the Notifications
