IPL 2023 MI vs RCB: સુર્યકુમારનો ચાલ્યો બલ્લો, મુંબઇની જીત, પોઇન્ટ ટેબલમાં મોટો કુદકો
RCB અને મુંબઈ વચ્ચે વાનખેડે મેદાન પર રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 199 રન બનાવ્યા હતા. મુંબઇએ રન ચેઝ કરતા 16.3 ઓવરમાં 200 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

કેપ્ટન રોહિત શર્મા આજે પણ ફ્લોપ રહ્યો હતો. જે બાદ ઇશાન કિશન અને સુર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી. ઇશાન કિશન 21 બોલમાં 42 રન બનાવી આઉટ થયો હતો. આ મેચના હીરો સુર્યકુમાર યાદવે 35 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત નેહલ વઢેરાએ 34 બોલમાં 52 રન બનાવી મેચ જીતી લીધી હતી.
ચેન્નાઇના બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળો સાબિત થયો હતો. વનિંદુ હસરંગા અને વયસ્ક વિજય કુમારને 2-2 વિકેટ મળી હતી.
ઓપનિંગ કરતા વિરાટ કોહલી 1 રન બનાવી આઉટ થયો હતો. ફાફ ડુ પ્લેસિસે 41 બોલમાં 65 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 33 બોલમાં 68 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત દિનેશ કાર્તિકે પણ 18 બોલમાં 30 રન બનાવ્યા હતા.
મુંબઇના બોલર જેસન બેહરનડોફે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મુંબઇના ફિલ્ડરોએ ઘણા કેચ છોડ્યા હતા.












Click it and Unblock the Notifications
