IPL 2023 MI vs RR: જયસ્વાલે મુંબઇના બોલરોની કરી ધોલાઇ, રાજસ્થાને બનાવ્યા 212 રન
રાજસ્થાન રોયલ્સ (RR) વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમી રહ્યું છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વિ જયસ્વાલની તોફાની ઇનિંગની મદદથી રાજસ્થાને મુંબઇને 213 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ.

રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનિંગ કરતા યશસ્વિ જયસ્વાલે મુંબઇના બોલરોની ધોલાઇ કરી હતી. જયસ્વાલે 62 બોલમાં 8 સિક્સ અને 16 ફોરની મદદથી 124 રન બનાવ્યા હતા. જયસ્વાલની સદી સાથે આઇપીએલ 2023ની આ ત્રીજી સદી બની ગઇ છે.
મુંબઇના બોલરોમાં અર્શદ ખાને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત પિયુષ ચાવલાને 2, જોફ્રા આર્ચર - રેઇલી મેરેડીથને 1-1 વિકેટ ઝડપી હતી. મુંબઇ રાજસ્થાનની 7 વિકેટ લેવામાં સફળ રહ્યું હતુ. મુંબઇએ હવે જીતવા માટે 20 ઓવરમાં 213 રન બનાવવાના રહેશે.












Click it and Unblock the Notifications
