IPL 2023: દમદાર શરૂઆત બાદ મુંબઇની ગાડી પાટા પરથી ઉતરી, ચેન્નાઇને 158 રનનુ લક્ષ્યુ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 12 નંબરની મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 157રન બનાવ્યા હતા. ચેન્નાઇએ જીતવા માટે 158 રન બનાવવાના રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી કેટલીક સીઝન શાનદાર રહી નથી અને આ વખતે પણ તેણે હાર સાથે શરૂઆત કરી છે, પરંતુ તેઓ આજે તેમના હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવવા ઈચ્છે છે. ચેન્નાઇ પોતાની બીજી જીત માટે રમશે.
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અરશદ ખાન, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ.
ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (સી), શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, દીપક ચહર, મિશેલ સેન્ટનર, સિસાંડા મગાલા, તુષાર દેશપાંડે.












Click it and Unblock the Notifications
