IPL 2023 PBKS vs KKR: ધવનની ફિફ્ટી, પંજાબે બનાવ્યા 179 રન, વરૂણ ચક્રવર્તીએ લીધી 3 વિકેટ
IPLમાં આજે પંજાબ કિંગ્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રમાઇ રહી છે. પંજાબ કિંગ્સે ઇડન ગાર્ડનમાં ટોસ જીતીને પ્રણ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવને કપ્તાની ઇનિંગ રમી હતી.
ધવને 47 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી જેમાં 1 સિક્સ અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે પંજાબનો કોઇ બેટ્સમેન 30 રનના સ્કોરને પાર કરી શક્યો ન હતો. પંજાબ કિંગ્સને 20મી ઓવર ફળી ગઇ હતી. હરપ્રિત બ્રાર અને શાહરૂખ ખાને 21 રન લીધા હતા જેમાં 2 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે.

વરૂણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંતહર્ષિત રાણાએ પણ 2 વિકેટ ઝ઼ડપી હતી. હવે બંને ટીમ પોઈન્ટ ટેબલની મધ્યમાં અટવાઈ ગઈ છે. અહીં હારવાથી બંને ટીમો માટે પ્લેઓફનો રસ્તો અત્યંત મુશ્કેલ બની જશે. જો કે પંજાબમાં સ્થિતિ કોલકાતા કરતા થોડી સારી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પંજાબ કિંગ્સ આ મેચ જીતીને જીતના પાટા પર પરત ફરવાનો પ્રયાસ કરશે. પ્રથમ મેચમાં કોલકાતાને હરાવ્યા બાદ પંજાબ કિંગ્સે રાજસ્થાનને પણ હરાવ્યું હતું. જોકે આ પછી ટીમ જીત-હાર વચ્ચે અટવાઈ ગઈ છે. છેલ્લી મેચમાં પંજાબને મુંબઈએ છ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં આ ટીમ જીત મેળવીને મોમેન્ટમ મેળવવા માંગશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સિઝન કંઈ ખાસ રહી નથી. નીતિશ રાણાની કપ્તાનીમાં આ ટીમને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કોલકાતાએ બે મેચ જીતી હતી, પરંતુ તે પછીની ચાર મેચ હારી હતી. આ પછી કોલકાતાએ ત્રણમાંથી બે મેચ જીતી છે. છેલ્લી મેચમાં આ ટીમે હૈદરાબાદને પાંચ રનથી હરાવ્યું હતું. આ મેચમાં પણ આ ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.
આ મેચમાં બંને ટીમો માટે જીત જરૂરી છે. પંજાબની ટીમ 10માંથી પાંચ મેચ હારી છે અને પાંચ જીત સાથે આ ટીમના 10 પોઈન્ટ છે. જો તેઓ અહીં હારી જશે તો પંજાબ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ છ મેચ હારનાર ટીમોની યાદીમાં સામેલ થઈ જશે.
હૈદરાબાદ, દિલ્હી અને કોલકાતાની ટીમો IPL 2023માં સૌથી વધુ છ મેચ હારી છે. આ સાથે જ કોલકાતા જો હારશે તો આ ટૂર્નામેન્ટમાં સાત મેચ હારનારી પ્રથમ ટીમ બની જશે. આ સ્થિતિમાં, બંને ટીમો જીતવા અને પ્લેઓફમાં પહોંચવા માટે તેમની આશા જીવંત રાખવા માંગશે.












Click it and Unblock the Notifications
