IPL 2023 PBKS vs MI: લિવિંગસ્ટન-જીતેન શર્માની તોફાની બેટિંગ, પંજાબે બનાવ્યા 214 રન
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડબલ હેડરની બીજી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શરૂ થઈ ગઈ છે. મુંબઈએ ટોસ જીતીને પંજાબ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા હતા.
પંજાબના કેપ્ટન શિખર ધવને 30 રન બનાવ્યા હતા. આ સાથે એમ શોર્ટ(27), લિયમ લિવિંગસ્ટનને 42 બોલમાં 82 રન તથા જીતેશ શર્માએ 27 બોલમાં 49 રન બનાવ્યા હતા.

આ સાથે મુંબઇના બોલરોમાં પિયુષ ચાલવાએ 2 વિકેટ લીધી હતી અર્શદ ખાને 4 ઓવરમાં 48 રન આપી 1 વિકેટ ઝડપી હતી. મુંબઇના બોલરોમાં જોફ્રા આર્ચર સૌથી મોંઘો સાબિત થયો હતો. આર્ચરે 4 ઓવરમાં 56 રન આપ્યા હતા.
રોહિત શર્માની આગેવાની હેઠળની MIએ હવે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે દરેક મેચ જીતવી પડશે. બીજી તરફ શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઘરઆંગણે જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. MI આઠ મેચમાં આઠ પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે જ્યારે પંજાબ કિંગ્સ નવ મેચમાં 10 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.
પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલની 46મી મેચ આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં રમાઇ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 15-15થી જીત સાથે બરાબરી પર છે.
અહીં મુંબઈ ઈન્ડિયન્સને પંજાબ કિંગ્સ તરફથી આકરા પડકારનો સામનો કરવો પડશે. આ સાથે જ ધવનની ટીમ ઘરઆંગણે જીતની આશા સાથે મેદાન પર જોવા મળશે.
ટિમ ડેવિડ અને સૂર્યકુમાર શાનદાર ફોર્મમાં હોવાથી મુંબઈનું બેટિંગ વિભાગ અત્યારે મજબૂત સ્થિતિમાં છે. MIએ રાજસ્થાન સામે ટિમ ડેવિડના 14 બોલમાં અણનમ 45 રનના આધારે 212 રન બનાવીને જીત મેળવી હતી. આ સિવાય MIના મિસ્ટર 360 સૂર્યકુમાર યાદવ પણ લયમાં પરત ફર્યા છે.
મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે ઘણી મદદગાર છે. ઉચ્ચ સ્કોર મેચો અહીં જોવા મળે છે. આ સિવાય સ્પિનરોને પણ અહીં ઘણી મદદ મળે છે. મોહાલીના હવામાનની વાત કરીએ તો આજે તાપમાન 18 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. હળવા ઝરમર વરસાદની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
