IPL 2023 PBKS vs MI: પંજાબે બનાવ્યા 213 રન, જીતવા ઉતરશે મુંબઇ
IPL 2023ની 31મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં રન બનાવ્યા હતા.

પંજાબ તરફથી ઓપનિંગ કરતા એમ શોર્ટ 11 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. આ બાદ પ્રભસિમરન સિંહે 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. અથર્વ તાયડેએ 17 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ સાથે હરપ્રિત સિંહે 41, કેપ્ટન સેમ કરને 55 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત જીતેન શર્માએ 7 બોલમાં 25 રન બનાવ્યા હતા.
IPLની આ સિઝનમાં પંજાબ કિંગ્સે પ્રથમ બે મેચ જીતીને મજબૂત શરૂઆત કરી હતી. જો કે ત્યારપછીની ચાર મેચોમાં પંજાબને માત્ર એક જ જીત મળી હતી. પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનમાં તેની શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ આ ટીમે ત્રણેય મેચો બેક ટુ બેક જીતીને શાનદાર વાપસી કરી હતી. હાલ મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
અત્યારે જીતનો વેગ મુંબઈ ઈન્ડિયન્સ પાસે છે. સતત ત્રણ જીત નોંધાવ્યા બાદ આ ટીમ આત્મવિશ્વાસથી ભરેલી દેખાઈ રહી છે. મુંબઈ માટે સારી વાત એ છે કે તેના તમામ બેટ્સમેન લયમાં દેખાઈ રહ્યા છે. જો કે બોલિંગના મોરચે મુંબઈની ટીમ પાછળ જોવા મળી રહી છે. ફાસ્ટ બોલિંગમાં જોફ્રા આર્ચરનું સ્થાન ટીમમાં નિશ્ચિત નથી અને બાકીના બોલરોનો અનુભવ ઓછો છે.












Click it and Unblock the Notifications
