IPL 2023 PBKS vs MI: કેમરોન ગ્રીન-સુર્યકુમારની ફિફ્ટી ગઇ એળે, પંજાબની 13 રને જીત, અર્શદીપે લીધી 4 વિકેટ
IPL 2023ની 31મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 201 રન બનાવ્યા હતા. આ સાથે પંજાબની 13 રને જીત થઇ હતી.

શરૂઆતમાં જ ઇશાન કિશનની વિકેટ ગુમાવ્યા બાદ રોહિત શર્માએ 27 બોલમાં 44 રન તથા કેમરોન ગ્રીને 43 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ ઉપરાંત સુર્યકુમાર યાદવે 26 બોલમાં 57 રન બનાવ્યા હતા. ટીમ ડેવિડે 13 બોલમાં 25 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સના સ્ટાર બોલર અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી હતી. છેલ્લી ઓવરમાં અર્શદીપે 2 વિકેટ લઇ મેચને પોતાની સાઇડ કરી લીધી હતી.
પંજાબ તરફથી ઓપનિંગ કરતા એમ શોર્ટ 11 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. આ બાદ પ્રભસિમરન સિંહે 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. અથર્વ તાયડેએ 17 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ સાથે હરપ્રિત સિંહે 41, કેપ્ટન સેમ કરને 55 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત જીતેન શર્માએ 7 બોલમાં 25 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
