IPL 2023 PBKS vs RR: નવદીપ સૈનીની 3 વિકેટ, રાજસ્થાનને મળ્યુ 188 રનનુ લક્ષ્ય
IPLની 66મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા પંજાબે પાવરપ્લેમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રભસિમરન સિંહે માત્ર 2 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવન માત્ર 17 રન જ બનાવી શક્યા હતા. આ ઉપરાંત અથર્વ તાયડે(19) અને લિવિંગસ્ટન (9) પણ કઇ ખાસ કરી શક્યા ન હતા.
સેમ કરનના 31 બોલમાં અણનમ 49 રન તથા જીતેન શર્માએ પણ 28 બોલમાં 44 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શાહરૂખ ખાને 23 બોલમાં 41 રનની અણનમ ઇનિંગ રમી હતી.
રાજસ્થાનના બોલર નવદીપ સૈનીએ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટ અને એડમ ઝામ્પાને 1-1 વિકેટ મળી હતી. રાજસ્થાનના બોલર સંદીપ શર્મા સૌથી મોંઘા સાબિત થયા હતા. સંદીપે 4 ઓવરમાં 46 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે પણ 4 ઓવરમાં 40 રન આપ્યા હતા.
ઉલ્લેખનિય છેકે મોહાલી પછી પંજાબનું આ બીજું હોમ ગ્રાઉન્ડ છે. રાજસ્થાન અને પંજાબે પ્લેઓફની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે આ જીતવું પડશે. બંનેના 13-13 મેચમાં 12-12 પોઈન્ટ છે.
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન ધર્મશાલા ખાતે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચ બંને ટીમો માટે કરો યા મરો છે. જે ટીમ અહીં હારશે તેના માટે આ સિઝનનો અંત હશે. જ્યારે વિજેતા ટીમે અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. રાજસ્થાનનો નેટ રન રેટ પંજાબ કરતા સારો રહ્યો છે.
પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધીમાં 25 મેચ રમાઈ છે. આ દરમિયાન રાજસ્થાને 14 મેચ જીતી છે. બીજી તરફ પંજાબે 11 મેચ જીતી છે. આ સિઝનની શરૂઆતમાં જ્યારે આ બંને ટીમો સામસામે આવી હતી ત્યારે પંજાબની ટીમે જીત મેળવી હતી.
પંજાબની સરખામણીમાં રાજસ્થાન રોયલ્સ થોડી મજબૂત દેખાઈ રહી છે કારણ કે તેઓ નેટ રનરેટ પ્લસમાં છે. જો રાજસ્થાનની ટીમ આ મેચમાં જીતશે તો તેની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહેશે. રાજસ્થાન પંજાબ સામે મોટા માર્જિનથી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે.
પંજાબ કિંગ્સના પ્લેઈંગ-11: શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, અથર્વ તાઈડે, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.












Click it and Unblock the Notifications
