IPL 2023 PBKS vs RR: રાજસ્થાને જીત્યો ટોસ, પંજાબને બેટિંગ કરવા આપ્યુ આમંત્રણ
IPLની 66મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમ પ્રથમ બેટિંગ કરશે.

રાજસ્થાનના ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન ઘાયલ હોવાના કારણે મેચમાંથી બહાર છે. ઉલ્લેખનિય છેકે મોહાલી પછી પંજાબનું આ બીજું હોમ ગ્રાઉન્ડ છે. રાજસ્થાન અને પંજાબે પ્લેઓફની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે આ જીતવું પડશે. બંનેના 13-13 મેચમાં 12-12 પોઈન્ટ છે.
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન ધર્મશાલા ખાતે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચ બંને ટીમો માટે કરો યા મરો છે. જે ટીમ અહીં હારશે તેના માટે આ સિઝનનો અંત હશે. જ્યારે વિજેતા ટીમે અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. રાજસ્થાનનો નેટ રન રેટ પંજાબ કરતા સારો રહ્યો છે.
પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધીમાં 25 મેચ રમાઈ છે. આ દરમિયાન રાજસ્થાને 14 મેચ જીતી છે. બીજી તરફ પંજાબે 11 મેચ જીતી છે. આ સિઝનની શરૂઆતમાં જ્યારે આ બંને ટીમો સામસામે આવી હતી ત્યારે પંજાબની ટીમે જીત મેળવી હતી.
પંજાબની સરખામણીમાં રાજસ્થાન રોયલ્સ થોડી મજબૂત દેખાઈ રહી છે કારણ કે તેઓ નેટ રનરેટ પ્લસમાં છે. જો રાજસ્થાનની ટીમ આ મેચમાં જીતશે તો તેની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહેશે. રાજસ્થાન પંજાબ સામે મોટા માર્જિનથી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે.
પંજાબ કિંગ્સના પ્લેઈંગ-11: શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, અથર્વ તાઈડે, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.
રાજસ્થાન રોયલ્સનો પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.












Click it and Unblock the Notifications
