IPL 2023: મેચ પહેલા પંજાબને ઝટકો, આ ખેલાડી સીરીઝમાંથી થયો બહાર
IPLમાં પંજાબ કિંગ્સ માટે સ્થિતિ સારી નથી ચાલી રહી. પંજાબ કિંગ્સ ટીમનો અન્ય એક ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પંજાબનો રાજ અંગદ બાવા આઉટ થયો છે. પંજાબની ટીમને આ બીજો ફટકો છે. આ પહેલા વિકેટ કીપર બેટ્સમેન જોની બેયરસ્ટો પણ આઉટ થયો હતો. આ સિઝનમાં ઘણા ખેલાડીઓ બહાર થઈ ગયા છે. રાજ બવાના સ્થાને પંજાબે રિપ્લેસમેન્ટ પ્લેયરની જાહેરાત કરી છે.

રાજ બવાના સ્થાને પંજાબ કિંગ્સે ગુરનૂર સિંહને ટીમમાં સામેલ કર્યો છે. ગુરનૂર સિંહ પંજાબ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો છે અને તે ઓલરાઉન્ડર ખેલાડી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ પાંચ મેચોમાં ભાગ લીધો છે. તે જોવાનું રહેશે કે તે પંજાબની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં સફળ થાય છે કે નહીં. જો કે, આ કાર્ય એટલું સરળ ન કહી શકાય.
Gurnoor Brar is our newest sher! 🦁
— Punjab Kings (@PunjabKingsIPL) April 5, 2023
He joins the team as a replacement for Raj Angad Bawa. #JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL pic.twitter.com/ZdvVh2JrWy
આ સિઝનમાં અનેક ખેલાડીઓને અલગ-અલગ ટીમોમાંથી બહાર કરવામાં આવ્યા છે. જેમાં વિલ જેક્સ, જોની બેયરસ્ટો, કાયલ જેમસન, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ ચૌધરી, જસપ્રીત બુમરાહ, ઋષભ પંત, કેન વિલિયમસન અને રાજ બાવાના નામ સામેલ છે. વિલિયમસન IPLની પ્રથમ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈને બહાર ગયો હતો. તેની ઈજા ઘણી ઊંડી છે અને તે ન્યુઝીલેન્ડ પરત ફર્યો છે. પંજાબ કિંગ્સ બુધવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ માટે મેદાનમાં ઉતરશે.
પંજાબ કિંગ્સની ટીમ
શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (કીપર), ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કુરાન, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, ઋષિ ધવન, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, અથર્વ તાયડે, મોહિત રાઠી, શિવમ સિંઘ, ગુરનૂર સિંઘ, વિધ્વાથ કાવેરપ્પા, કાગીસો રબાડા, બલતેજ સિંહ.












Click it and Unblock the Notifications
