IPL 2023: રાજસ્થાને ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, ગબ્બર ગેંગ કરશે પ્રથમ બેટીંગ
IPL 2023માં આજે 8મી મેચ રમાશે, જેમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને થશે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પંજાબ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમશને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સંજુ સેમશને પંજાબને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ.

IPL 2023માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ બંનેની આ બીજી મેચ હશે. આ પહેલા આ બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે. એટલે કે જે આજે હારશે તેની આ સિઝનમાં પ્રથમ હાર થશે. રાજસ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું જ્યારે પંજાબે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું. IPLના ઈતિહાસમાં આ બંને વચ્ચેની આ 25મી ટક્કર હશે. અગાઉના 24 મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ 14 જીત સાથે ટોચ પર છે.












Click it and Unblock the Notifications
