IPL 2023 RCB vs KKR: લોર્ડ શાર્દુલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, બેંગલોરને આપ્યુ 205 રનનુ લક્ષ્ય
IPL 2023ની 9મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 204 રન બનાવ્યા હતા. ઉલ્લેખનિય છેકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલની શરૂઆત જીત સાથે કરી હતી. તે જ સમયે કેકેઆરને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કોલકાતા તરફથી ઓપનિંગ કરતા રહેમાનુલ્લા ગુરબાજે 44 બોલમાં 3 સિક્સ અને 6 ચોગ્ગા સાથે 57 રન બનાવી ઇનિંગની શરૂઆત કરી હતી. જે બાદ આરસીબીના બોલરોએ કમાન સંભાળતા વિકેટ પાડી દીધી હતી. શાર્દુલ ઠાકુરે ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી. શાર્દુલે 29 બોલમાં 3 સિક્સ અને 9 ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે33 બોલમાં 46 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
